નવી દિલ્હી : વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જવાહર લાલ નેહરૂનો રેકોર્ડ બ્રેક કરી નાંખ્યો છે. આ રેકોર્ડ સુધી પહોંચવું આગામી વર્ષોમાં કોઈ નેતા માટે સ્વપ્ન સમાન બની રહેશે. આઝાદી પછી સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન તરીકે રહેનારા પંડિત જવાહરલાલ નેહરૂનો રેકોર્ડ નરેન્દ્ર મોદીએ તોડી નાંખ્યો છે. આ પ્રસંગે એમને દેશના તમામ રાજ્યોમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. આ ઉપરાંત અનેક શહેરોમાં ઉજવણી થઇ રહી છે. તા.26 મે 2014ના દિવસે નરેન્દ્ર મોદીએ પહેલીવાર વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. સતત પોતાના કાર્યકાળમાં 4399 દિવસ તેમણે હવે પૂરા કરી લીધા છે.
26 મે, 2014ના રોજ પ્રથમવાર વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા બાદ, પીએમ મોદીએ સતત ત્રણ ટર્મ સુધી દેશનું નેતૃત્વ કર્યું છે. પંડિત નેહરુ મે 1952 માં દેશના પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા હતા અને 27 મે, 1964 સુધી તેમણે પદ સંભાળ્યું હતું. આ 62 વર્ષ બાદ, પીએમ મોદીએ આ આંકડાને પાછળ છોડીને એક નવો અધ્યાય શરૂ કર્યો છે.
રાજકીય સફર અને સિદ્ધિઓ : પીએમ મોદીની આ સફર માત્ર વડાપ્રધાન પદ સુધી મર્યાદિત નથી. 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના 13 વર્ષના સફળ અનુભવ બાદ, તેમણે ૨૦૧૪માં કેન્દ્રની ધુરા સંભાળી હતી. તેમના 12 વર્ષના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં દેશમાં અનેક પરિવર્તનકારી નિર્ણયો લેવામાં આવ્યા છે:
ઐતિહાસિક નિર્ણયો: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી.
આર્થિક ક્રાંતિ: ડિજિટલ પેમેન્ટ્સ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન દ્વારા અર્થતંત્રને નવી ગતિ.
માળખાગત વિકાસ: દેશભરમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ.
અનેક રાજ્યમાં એઈમ્સ
નેહરૂ સરકારમાં જ્યારે માત્ર 2 એઈમ્સ હતી ત્યાં આજે મોદીની સરકારમાં અનેક એઈમ્સમાં દર્દીઓની પરિણામલક્ષી સારવાર થઈ રહી છે. હવે આગળના સમયમાં ગઠબંધન સરકાર, વિપક્ષના આક્ષેપો, આંતરિક અસંષોત, ડોમેસ્કિ લેવલ પર રોજગારી, વૈશ્વિક સ્તરે આર્થિક મંદી તથા ભારતમાં ઉત્પાદનથી લઈને રેવન્યૂ સુધીના ક્ષેત્રમાં સિદ્ધિ અપાવવાની પડકારજનક રહેશે. ભારત આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીમાં વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશમાં પરિવર્તિત થવાનું લક્ષ્ય છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સ, એક્સપ્રેસવેનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક, આધુનિક રેલ્વે સ્ટેશનો અને વિશ્વના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમની સ્થાપના જેવી પહેલો આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી રહી છે.
મોદી સરકારનું મહત્ત્વનું વિઝન
પીએમ મોદી ભારતના દરેક ખૂણાને વિશ્વસ્તરીય માળખાગત સુવિધા સાથે જોડવાની કલ્પના કરે છે.આ પગલાં દ્વારા દેશને વૈશ્વિક મહાસત્તામાં પરિવર્તિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતની વસ્તીની યુવા ઊર્જાને કુશળ કાર્યબળ અને વૈશ્વિક નેતાઓના સમૂહમાં પરિવર્તિત કરવી એ મોદીના વિઝનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે ભારતે નહેરુ યુગ દરમિયાન ‘અસંબંધ’ ની નીતિ અપનાવી હતી, ત્યારે મોદી હેઠળ તેની વિદેશ નીતિ ‘સક્રિય જોડાણ’ અને ‘વિશ્વબંધુ’ (વિશ્વનો મિત્ર) ની ભાવના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે. પીએમ મોદી ભારતને વૈશ્વિક શાસનમાં મુખ્ય ખેલાડી તરીકે સ્થાપિત કરવાની કલ્પના કરે છે.
વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરવા સક્ષમ
વર્તમાન યુગમાં, ભારત હવે વૈશ્વિક પ્લેટફોર્મ પર નિષ્ક્રિય દર્શક નથી; તેના બદલે, તે એજન્ડા નક્કી કરે છે – પછી ભલે તેમાં રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિ માટે હાકલ કરવાનો હોય, ગ્લોબલ સાઉથના અવાજને સમર્થન આપવાનો હોય, અથવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કાયમી સભ્યપદ માટે તેની બોલીને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે અનેક એવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં ભારતે નેતૃત્વ કર્યું છે. આગામી સમયમાં કોમનવેલ્થ અને વિશ્વકપ જેવી મોટી ઈવેન્ટને નેતૃત્વ કરવા માટે પણ ભારત આજે અનેક એવા મોરચા પર સક્ષમ છે અને સફળ છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ દેશભરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીના માર્ગો પર વિશાળ બિલબોર્ડ્સ લગાવવામાં આવ્યા છે, અને પાર્ટીના કાર્યકર્તાઓ તથા નેતાઓ વિવિધ મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરી રહ્યા છે. આ ઉજવણી માત્ર એક રેકોર્ડ તોડવાની નથી, પરંતુ દેશની પ્રગતિની એક નવી સફરની ઉજવણી છે.


