Monday, May 4, 2026

પશ્ચિમ બંગાળમાં ભાજપની બ્લોકબાસ્ટર એન્ટ્રી, આસામમાં હેટ્રિકના માર્ગે, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસ સત્તામાં

spot_img
Share

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આજે 4 તારીખ સોમવારે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે.. સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. એવામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે, મમતા બેનરજીના ગઢ સમાન પશ્ચિમ બંગાળમાં ભાજપ શું પરિણામો લાવશે તે તમામ ઇવીએમ ખુલ્યા બાદ જ સામે આવશે.

પ.બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી ટીએમસીનો સફાયો નક્કી દેખાઈ રહ્યો છે. ભાજપને વલણોમાં 188 બેઠકો પર લીડ મળતી દેખાઇ રહી છે. જ્યારે ટીએમસી ફક્ત 105 બેઠકમાં સમેટાઈ જતા દેખાઈ રહી છે.રાજ્યમાં પાર્ટીએ બહુમતીના આંકડાને પાર કરી લેતા ભાજપ કાર્યાલયની બહાર ઉજવણીનો માહોલ છે.

આસામમાં પણ ભાજપ સત્તામાં હેટ્રિક પૂર્ણ કરવાના માર્ગે આગળ વધી રહી છે. હાલમાં ભાજપ અહીં 99 બેઠક પર લીડમાં છે જે બહુમતીના આંકડાથી વધારે છે. જ્યારે કોંગ્રેસ ગઠબંધન 25 બેઠકોમાં સમેટાતું દેખાય છે.

તમિલનાડુમાં વિજયની પાર્ટી ટીવીકેએ સૌને ચોંકાવ્યા. હાલમાં ટીવીકે 106 બેઠક, ડીએમકે 47, એઆઈએડીએમકે 79 તથા અન્ય એક બેઠક પર આગળ છે. પુડ્ડચેરીમાં 30 બેઠકમાંથી 23 બેઠકના વલણ સામે આવ્યા છે. ભાજપ ગઠબંધન 13, કોંગ્રેસ 6 અને અન્ય 4 બેઠક પર આગળ છે.

કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધન યુડીએફને 98 બેઠકો મળી છે. સત્તાધારી એલડીએફ 39 બેઠક તો ભાજપનું ગઠબંધન 01 બેઠક પર અને અન્યો 2 બેઠક પર આગળ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...