Friday, May 15, 2026

RERA બંધ કરી દો, તે ફક્ત બિલ્ડરો માટે જ કામ કરે છે : સુપ્રીમ કોર્ટ

spot_img
Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવતાં જણાવ્યું છે કે સંસ્થા તેના મૂળ હેતુથી ભટકી ગઈ છે અને ઘર ખરીદદારોની જગ્યાએ બિલ્ડરોને મદદ કરતી જણાઈ રહી છે. કોર્ટે અહીં સુધી ટિપ્પણી કરી કે રાજ્યો હવે આ સંસ્થાને ચાલુ રાખવી કે બંધ કરવી તે બાબતે ગંભીર વિચાર કરે. આ ટિપ્પણી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે હિમાચલ પ્રદેશ સરકાર સામે નરેશ શર્મા કેસની સુનાવણી દરમિયાન કરી હતી.

ગુરુવારે એક કેસની સુનાવણી કરતી વખતે, CJI સુર્યકાંતે કહ્યું કે તમામ રાજ્યોએ વિચારવું જોઈએ કે RERA કોના માટે બનાવવામાં આવી હતી. હાલની સ્થિતિ એવી છે કે તે ડિફોલ્ટ કરનાર બિલ્ડરોને રાહત આપવા માટે કામ કરતી જણાય છે. સામાન્ય ખરીદદારોને કોઈ ખાસ ફાયદો મળતો નથી. આવી સંસ્થા રાખવા કરતાં તેને બંધ કરવી વધુ સારી. દેશભરમાં RERA સામે લોકોની ફરિયાદો વધી રહી છે. ઘણા ખરીદદારોનું કહેવું છે કે RERA દ્વારા રાહત મળવાને બદલે તેઓ લાંબી કાનૂની પ્રક્રિયામાં ફસાઈ જાય છે.મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલિયા બાગચીની બનેલી બેન્ચે, સુનાવણી દરમિયાન RERA સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું.

આ કેસ હિમાચલ પ્રદેશ સરકારે RERAનું મુખ્ય કાર્યાલય શિમલાથી ધર્મશાલા ખસેડવા અંગે બહાર પાડેલા નોટિફિકેશન સાથે જોડાયેલો છે. આ નિર્ણયને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે તેના પર રોક લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે વૈકલ્પિક કાર્યાલય નક્કી કર્યા વગર સ્થળાંતરનો નિર્ણય લેવાથી સંસ્થાનું કામકાજ અટકી શકે છે.

ગુરુવારે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો, જેનાથી રાજ્ય સરકારને નોંધપાત્ર રાહત મળી. સુપ્રીમ કોર્ટે રાજ્યને RERA ઓફિસને શિમલાથી ધર્મશાળા ખસેડવાની મંજૂરી આપી હતી. જોકે, કોર્ટે ખાતરી કરી હતી કે આ પ્રક્રિયાથી સામાન્ય લોકો અથવા RERAના આદેશોથી પ્રભાવિત લોકોને કોઈ અસુવિધા ન થાય.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...