Thursday, June 11, 2026

વસ્ત્રાપુરમાં બંગલા બહાર ગેમ રમતા માસૂમ પર કૂતરાનો હુમલો, શ્વાન માલિક સામે પોલીસ ફરિયાદ

spot_img
Share

અમદાવાદ: શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં એક હિંસક રૉટવીલર શ્વાને 9 વર્ષના નિર્દોષ બાળક પર અચાનક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.બાળકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકના પિતાએ કૂતરાના મહિલા માલિક સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતો યુવક તેના 9 વર્ષના પુત્રને લઈ બંગલાનું કામકાજ કરવા ગયો હતો. દીકરાને બંગલાની બહાર બેસાડ્યો હતો. તેનો દીકરો મોબાઈલમાં ગેમ રમતો હતો. થોડાવારમાં કોઈને આવીને તેમના દીકરાને કૂતરું કરડ્યું હોવાની જાણ કરી હતી. તેમણે બહાર આવીને જોયું તો દીકરાના માથાના ભાગેથી લોહી નીકળતું હતું અને આંખ નજીક પણ નખ વાગ્યાના નિશાન હતા.જેના કારણે બાળક લોહીલુહાણ થઈ ગયો હતો.

તપાસ કરતાં આ કૂતરું સોસાયટીમાં રહેતા એક મહિલાનું હોવાનું અને છૂટું મૂક્યાનું જાણવા મળ્યું હતું. ઘટના બાદ સોસાયટીના લોકોએ જણાવ્યું કે, મહિલા તેના કૂતરાને ખુલ્લું રાખતી હતી. તેમજ ગાર્ડનમાં પણ લઈ જતા હતા, જેના કારણે બાળકો ગભરાતા હતા. એક વખત અચાનક કૂતરું ભસતા એક મહિલા બાંકડા પરથી પડી ગયા હતા અને હાથમાં ઈજા પહોંચી હતી.

AMCમાં ડોગનું ગત વર્ષે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે રજીસ્ટ્રેશન રીન્યુ કરાવ્યું નહોતું છેલ્લા 25 દિવસથી ડોગ રજીસ્ટ્રેશન વિના ફરી રહ્યું હતું. ગઈકાલે (9 જૂન) ઘટના બન્યા બાદ સાંજના સમયે આરોપી મહિલાએ ડોગનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલ મહિલા પણ સોસાયટીમાં છે અને ભોગ બનનાર બાળક અને તેના પિતા પણ સોસાયટીમાં જ છે.

ડોગ માલિક સામે BNS કલમ 291 અને 118 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. 291 હેઠળ 6 મહિના સુધીની કેદ અને 5 હજારનો દંડ થઈ શકે છે. જ્યારે 118 હેઠળ ત્રણ વર્ષની કેદ અને 20 હજાર સુધીના દંડની જોગવાઈ છે.

આ અગાઉ પણ શહેરમાં રખડતા અને પાળેલા શ્વાનના હુમલાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઘટનાએ પાળેલા શ્વાનના માલિકોની જવાબદારી સામે પણ મોટા પ્રશ્નો ઉભા કર્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...