Thursday, September 17, 2026

અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગેરરીતિઓના આક્ષેપ, કલેક્ટરને આવેદનપત્ર અપાયું

spot_img
Share

અમદાવાદ : નાગરિક સેવા સંગઠન દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોમાં ગંભીર ગેરરીતિઓ અને કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સંગઠનના પ્રતિનિધિઓએ હાઉસિંગ બોર્ડના પીડિત રહીશો સાથે મળીને કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.

નાગરીક સેવા સંગઠનના કન્વીનર વિનોદભાઈ એમ. ચૌહાણ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર, ગુજરાત હાઉસિંગ બોર્ડના કેટલાક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોમાં અધિકારીઓ દ્વારા માઇનસ ટેન્ડર મંજૂર કરી કરોડો રૂપિયાના ટી.ડી.આર. (Transferable Development Rights) તેમજ સરકારી જમીનોનો ગેરલાભ બિલ્ડરોને અપાયો હોવાનો આક્ષેપ છે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

નાગરિક સેવા સંગઠનના કન્વીનર વિનોદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના હિત માટે રીડેવલપમેન્ટ નીતિ અમલમાં મૂકી હતી, પરંતુ હાઉસિંગ બોર્ડના કેટલાક અધિકારીઓ અને સ્ક્રિનિંગ કમિટીના સભ્યો દ્વારા નીતિના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે નીતિમાં એફોર્ડેબલ હાઉસિંગ અને મર્યાદિત વ્યાપારી ઉપયોગની જોગવાઈ હોવા છતાં કેટલાક પ્રોજેક્ટોમાં નિયમો વિરુદ્ધ મોટા રહેણાંક એકમો અને અન્ય લાભો આપવામાં આવી રહ્યા છે.

સંગઠને વધુમાં આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર પ્રક્રિયામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ તથા રેરા સાથે સંકળાયેલા કેટલાક અધિકારીઓની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવવી જોઈએ. આ ગેરરીતિઓને કારણે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

આવેદનપત્રમાં સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ ઇડી (ED), સી.એ.જી. (CAG) અથવા અન્ય યોગ્ય એજન્સી દ્વારા કરાવી દોષિત અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ હાઉસિંગ બોર્ડના રહીશોને ન્યાય મળે અને તેમની સાથે થતી મનમાની અટકે તે માટે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...