Thursday, September 17, 2026

અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે AMCની લાલ આંખ: નિયમોના ભંગ બદલ જાણીતી હોટેલ અને રેસ્ટોરન્ટ સીલ, જાણો લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં અગ્નિ સુરક્ષા અને જીવન સુરક્ષાના ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નોર્થ વેસ્ટ ઝોનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ તથા એસ્ટેટ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર સેફ્ટી સુવિધાઓમાં ગંભીર ખામીઓ ધરાવતી અને અગાઉ આપવામાં આવેલી નોટિસો છતાં જરૂરી સુધારાત્મક કામગીરી પૂર્ણ ન કરનાર કુલ 6 હોટલોને ગત રાત્રે, 16 જૂન 2026ના રોજ સીલ કરવામાં આવી હતી.કોર્પોરેશનની આ આકરી કાર્યવાહીથી હોટેલ અને રેસ્ટોરન્ટ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રિપોર્ટ મુજબ, AMCની ફાયર ઇમરજન્સી અને એસ્ટેટ વિભાગની નોર્થ-વેસ્ટ ઝોનની ટીમે પશ્ચિમ વિસ્તારના મુખ્ય વ્યાપારી કેન્દ્રો પર વિશેષ ઓડિટ હાથ ધર્યું હતું. આ તપાસ ગુજરાત ફાયર એક્ટ, GDCR, NBC અને BISની કડક માર્ગદર્શિકાઓ હેઠળ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન હોટેલોના કિચન, ફાયર ફાઇટિંગ સિસ્ટમની કાર્યક્ષમતા, ઇમરજન્સી એક્ઝિટ અને લાઇફ સેફ્ટી વ્યવસ્થાઓમાં ગંભીર ખામીઓ અને નિયમોનો ભંગ જોવા મળ્યો હતો, જેના પગલે તંત્રએ સીલિંગના કડક પગલાં ભર્યા હતા.

સીલ કરવામાં આવેલી મુખ્ય હોટેલોની યાદી:
હોટેલ રુદ્ર (ન્યૂયોર્ક ટાવર, એસ.જી. હાઇવે, થલતેજ)
હોટેલ 4 ફૂડ (થલતેજ)
હોટેલ કેપટાઉન (થલતેજ)
એપોલો હોટેલ (બોડકદેવ)
હોટેલ ગ્રાન્ટ (બોડકદેવ)
હોટેલ લેક ઇન (ગુરુકુલ રોડ, વસ્ત્રાપુર)

ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરમાં ઝડપથી વધી રહેલા વ્યાપારી સંકુલો અને ભીડભાડવાળા સ્થળોને ધ્યાનમાં રાખીને આ વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ આ જ રીતે ચાલુ રહેશે અને નિયમોનું પાલન ન કરનારી કોઈપણ મિલકતને બક્ષવામાં નહીં આવે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે માનવ જિંદગી સાથે રમત રમનારી કોઈપણ પ્રકારની બેદરકારી ભવિષ્યમાં પણ સહન કરવામાં આવશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...