Thursday, September 17, 2026

નવા વાડજમાં વ્યાસવાડી પાસે અકસ્માતનો મામલો, બાઈક ચાલકનું મોત, 2 યુવાનની હાલત ગંભીર, CCTV દૃશ્યો

spot_img
Share

અમદાવાદ : શહેરમાં રોજબરોજ માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના વ્યાસવાડી ચાર રસ્તા પાસે સામે આવી છે. જેમાં હવામાં ફંગોળાયેલા બાઈકચાલકનું મોત નીપજ્યું છે. જ્યારે બાઈક પર સવાર અન્ય બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

રિપોર્ટ મુજબ, બાઈક પર સવાર ત્રણેય યુવાનો અખબારનગરથી સુભાષબ્રિજ તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ભીમજીપુરા તરફથી આવી રહેલી કારે તેને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર યુવાનો હવામાં ઉછળીને રોડ પર પટકાયા હતા. મધરાતે બનેલી આ ઘટના બાદ રસ્તા પર કણસતા યુવાનોને જોઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓ તુરંત મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.

આ અકસ્માતમાં એવો વળાંક આવ્યો છે કે, અકસ્માત સમયે કારચાલક નરેન્દ્ર વાઘેલા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ જ ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. જોકે, લાયસન્સ વિના મિત્રની કાર ચલાવી રહેલા કારચાલક નરેન્દ્રએ જ બાઈકચાલક વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે.

કારચાલક ફરિયાદીએ દાવો કર્યો છે કે બાઈકચાલક ગફલતભરી રીતે બાઈક ચલાવીને તેમની કાર સાથે અથડાયો હતો અને તે દારૂના નશામાં હોવાની પણ આશંકા છે. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ ચલાવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...