Saturday, July 4, 2026

અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે સંભાળ્યો કાર્યભાર, પ્રથમ દિવસે જ ગુનેગારોને આપી આ ચેતવણી

spot_img
Share

અમદાવાદ : શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે.નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે.રાજ્યના ડીજીપી અને અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી.એસ મલિકે વિધિવત રીતે અનુપમસિંહ ગહેલોતને અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ સોંપ્યો હતો.જે બાદ પોલીસ કમિશનરે અધિકારીઓ સાથે એક બેઠક પણ કરી હતી.પોલીસ કમિશનરે ગુનેગારોને ચેતવણી આપતા કહ્યું કે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે અમદાવાદ શહેરની એક જૂની અને આગવી ઓળખ છે, રાજધાનીથી સૌથી નજીક અને રાજ્યનું સૌથી મોટું શહેર છે.અમદાવાદમાં પોલીસ માટે ઘણા પડકારો છે.અમદાવાદમાં કાયદો વ્યવસ્થા ખૂબ જ સારી રીતે જળવાઈ રહી છે.વર્ષોથી અમદાવાદ પોલીસે કરેલા કામને આગળ વધારવાના છે. હાલ ચાર્જ લીધા બાદ સૌથી મહત્વનું કામ રથયાત્રાનું છે જે અમદાવાદમાં સૌથી મોટો તહેવાર છે.જે બાદ અમદાવાદ માટેના પડકારોમાં એક વિકસતા અમદાવાદમાં ટ્રાફિક મોટો પડકાર છે.આ ઉપરાંત આગામી સમયમાં કોમનવેલ્થ અને અન્ય ગેમ્સ અમદાવાદમાં રમાવાની છે જેમાં ટ્રાફિકને લઈને કામ કરવામાં આવશે કાયદો વ્યવસ્થા જળવાય તે મહત્વની વાત છે.

પોતાની પ્રથમ જાહેર પ્રતિક્રિયામાં અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટ સંદેશ આપ્યો કે કાયદો અને વ્યવસ્થા સાથે કોઈપણ પ્રકારનો ચેડો સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.” જે લોકો કાયદાનું પાલન કરશે તેમને કોઈ મુશ્કેલી નહીં પડે, પરંતુ કાયદો ભંગ કરનાર સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે અસામાજિક તત્ત્વો, ગુનાખોરી અને કાયદો ભંગ કરવાના પ્રયાસો સામે અમદાવાદ પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે.

અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે. 1997 બેચના સિનિયર IPS અધિકારી અનુપમ સિંહ ગેહલોતે વિજય મુહૂર્તમાં અમદાવાદના પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સુરત પોલીસ કમિશનર તરીકેની સફળ સેવાઓ બાદ તેમની અમદાવાદ બદલી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, અનુપમ સિંહ ગેહલોત ગુજરાતના એવા બીજા IPS અધિકારી બન્યા છે જેમણે રાજ્યના ચારેય મુખ્ય મહાનગરો – રાજકોટ, વડોદરા, સુરત અને હવે અમદાવાદમાં પોલીસ કમિશનર તરીકે સેવા આપીને એક વિશેષ રેકોર્ડ બનાવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...