Thursday, September 17, 2026

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ તેજ, પોલીસે રથયાત્રાના રૂટ પર 100થી વધુ EV વાહનથી પેટ્રોલિંગ શરૂ કર્યું

spot_img
Share

અમદાવાદ : ભગવાન જગન્નાથની આગામી 149મી રથયાત્રાને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થાને લઈને અભૂતપૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરની શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ વર્ષે પોલીસે સુરક્ષા કવચમાં આધુનિક ટેકનોલૉજીનો સમન્વય કર્યો છે. આ અંતર્ગત રથયાત્રાના સમગ્ર રૂટ પર 100થી વધુ ઈલેક્ટ્રિક વાહનો (EV બાઇક) દ્વારા પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

રિપોર્ટ મુજબ, રથયાત્રાના સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પોલીસની હાજરી વધુ અસરકારક બને તે માટે આ વર્ષે પરંપરાગત પેટ્રોલિંગની સાથે ‘ગ્રીન અને સ્માર્ટ’ પોલીસિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વાહનો દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી કોઈપણ ખૂણે કોઈ પણ ગતિવિધિ પર નજર રાખી શકાય.આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.જેસીપી (સેક્ટર-1) નીરજ બડગુજર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ડીસીપી સ્તરના અધિકારીઓએ રૂટ પર ખુદ પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

રથયાત્રાનો રૂટ લાંબો હોવાથી જે વિસ્તારો સંવેદનશીલ ગણાય છે ત્યાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.કોઈ પણ અસામાજિક તત્વો કે અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે પોલીસનો કાફલો સતત તહેનાત રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને હોમગાર્ડ્સને રથયાત્રાના રૂટ પર તહેનાત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

આયોજનબદ્ધ રીતે પોલીસની વિવિધ ટુકડીઓ સુરક્ષામાં તૈનાત રહેશે જેથી રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ ઉભી ન થાય.પોલીસ તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય રથયાત્રામાં સામેલ થનારા લાખો શ્રદ્ધાળુઓ અને નાગરિકો માટે એક નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...