Thursday, August 20, 2026

AMCના હોલ-પાર્ટી પ્લોટના બુકિંગ અને ડેકોરેશનની વ્યવસ્થા હવે વધુ સરળ બનશે, બુકિંગને લઈને નવી પોલિસીની તૈયારી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની દર ગુરૂવારની સાપ્તાહિક મિટીંગ અંતર્ગત આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ વિકાસલક્ષી કામો તેમજ મહાનગરપાલિકાને લગતા મહત્વના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેનશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશનના હોલના બુકિંગ અંગેનો મુદ્દો સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવ્યો હતો. હાલમાં લગ્નના હેતુથી કોર્પોરેશનનો હોલ બુક કરાવવા જતા નાગરિકો પાસેથી વર-વધૂના આધાર કાર્ડ, વર-વધૂના માતા-પિતાના આધાર કાર્ડ ઉપરાંત લગ્નની આમંત્રણ પત્રિકા પણ માંગવામાં આવતી હતી, જેના કારણે બુકિંગમાં મુશ્કેલી ઊભી થતી હતી. આ અંગે આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સૂચના આપવામાં આવી છે કે હોલના બુકિંગ સમયે લગ્નની આમંત્રણ પત્રિકા માંગવામાં ન આવે. માત્ર વર-વધૂ તથા તેમના માતા-પિતાના આધાર કાર્ડના આધારે લગ્ન માટે હોલનું બુકિંગ કરી આપવામાં આવે.

વધુમાં ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2018માં કોર્પોરેશનના હોલમાં લગ્ન સહિતના પ્રસંગો માટે ખાનગી ડેકોરેશન કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપવામાં આવતી હતી. આ કોન્ટ્રાક્ટરો હોલની સારસંભાળ, સુરક્ષા, મેઇન્ટેનન્સ, વીજળી સહિતના ખર્ચની જવાબદારી સંભાળતા હતા અને તેના બદલામાં હોલમાં યોજાતા પ્રસંગોનું ડેકોરેશન કરતા હતા. આ વ્યવસ્થાથી કોર્પોરેશનને આશરે વાર્ષિક રૂ.10 કરોડની આવક થતી હતી.

હાલમાં કોર્પોરેશનના હોલ અને પાર્ટી પ્લોટના સિક્યોરિટી, લાઇટ, ઇજનેર અને સફાઈ સહિતની વિવિધ કામગીરી પાછળ આશરે વાર્ષિક રૂ. 40 કરોડનો ખર્ચ થાય છે. વર્ષ 2018થી અગાઉની ડેકોરેશન કોન્ટ્રાક્ટની વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી. હવે કોર્પોરેશન અને જાહેર જનતા બંનેને લાભ થાય તે હેતુથી હોલ અને પાર્ટી પ્લોટના ડેકોરેશન માટે નવી પોલિસી લાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ત્રણ પ્રકારના પેકેજ તૈયાર કરવામાં આવશે. ડેકોરેશનની કામગીરી માટે કોન્ટ્રાક્ટરો પાસેથી પ્રારંભિક માહિતી મંગાવવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...