Friday, August 21, 2026

35 વર્ષ સુધી શ્રમિકો અને ગરીબોના આરોગ્યના રક્ષક ડૉ. હિતેન્દ્ર એમ. પરીખનો ભવ્ય નિવૃત્તિ સમારોહ યોજાયો

spot_img
Share

અમદાવાદ : સરકારી આરોગ્ય સેવામાં 35 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર ડૉ. હિતેન્દ્ર એમ. પરીખની નિવૃત્તિ નિમિત્તે તાજેતરમાં ભવ્ય નિવૃત્તિ સમારોહ યોજાયો હતો. ડૉ. પરીખે, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત એમ્પ્લોયીઝ સ્ટેટ ઈન્સ્યુરન્સ સ્કીમમાં લાંબી અને જવાબદારીપૂર્ણ તબીબી સેવા આપ્યા બાદ 31 જુલાઈ, 2026ના રોજ ઈન્સ્યુરન્સ મેડિકલ ઓફિસર ક્લાસ-1 ઓફિસર તરીકે સરકારી સેવામાંથી નિવૃત્તિ લીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ડૉ. હિતેન્દ્ર એમ. પરીખના સન્માનમાં આયોજિત આ નિવૃત્તિ સમારોહમાં રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ડૉ. પ્રદ્યુમન ગનુભાઈ વાજાએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.વિસત-ગાંધીનગર હાઈવે ખાતે યોજાયેલ નિવૃત્તિ સમારોહમાં તેમના ધર્મપત્ની શ્રીમતી પ્રફુલ્લા એચ. પરીખ સહિત સ્ટાફગણ, મિત્રો, સ્નેહીજનો, પરિવારજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી નિવૃત્તિ પછીનું જીવન સ્વસ્થ અને આનંદમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

ડૉ. પરીખની સરકારી તબીબી સેવાની શરૂઆત 1993માં થઈ હતી. 1993 થી 2002 દરમિયાન તેમણે કલોલ ખાતે આવેલ ESIS જનરલ હોસ્પિટલ ખાતે ઈન્સ્યુરન્સ મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ 2002 થી 2022 દરમિયાન ગોમતીપુર ખાતે આવેલ જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી હતી.આ ભૂમિકામાં તેમણે તબીબી સારવાર ઉપરાંત હોસ્પિટલની દર્દી સંભાળ અને ક્લિનિકલ કામગીરી સાથે સંકળાયેલી જવાબદારીઓ નિભાવી હતી.

આશરે 2022 થી 2026 દરમિયાન ડૉ. પરીખે ઈન્સ્યુરન્સ મેડિકલ ઓફિસર તરીકે ESIS, ગુજરાતમાં સેવા આપી હતી. તેમનું છેલ્લું પોસ્ટિંગ શાહીબાગ ખાતે આવેલ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે એમ્પ્લોયીઝ સ્ટેટ ઈન્સ્યુરન્સ સ્કીમની કચેરીમાં હતું. અહીં તેમણે તબીબી સેવાઓ ઉપરાંત મેડિકલ સર્વિસના સુપરવિઝન, કો-ઓર્ડિનેશન અને વિભાગીય વ્યાવસાયિક તથા વહીવટી જવાબદારીઓ પણ સંભાળી હતી.

તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ESISના વીમિત કર્મચારીઓ અને તેમના આશ્રિતોને તબીબી સેવા, ક્લિનિકલ એસેસમેન્ટ, નિદાન, સારવાર અને દર્દી વ્યવસ્થાપન જેવી સેવાઓ પૂરી પાડવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું.

આમ, ત્રણ દાયકાથી વધુ લાંબી સરકારી તબીબી સેવાના અંતે યોજાયેલો આ સમારોહ ડૉ. પરીખની વ્યાવસાયિક સફરને સન્માનપૂર્વક વિદાય આપવાનો પરિવારના સ્નેહથી ભરેલો પ્રસંગ બની રહ્યો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...