Monday, September 28, 2026

અમદાવાદના આ વિસ્તારમાં નકલી દારૂની મીની ફેક્ટરી ઝડપાઇ, એક શખ્સની ધરપકડ, અન્ય 3 ફરાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. શહેર પોલીસના ઝોન-5 એલસીબી અને કૃષ્ણનગર પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને એક મકાનમાં ચાલતી દારૂની મિની ફેક્ટરી ઝડપી પાડી છે. આ ઓપરેશન દરમિયાન 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી બુટલેગર હેમલ ઉર્ફે હેમુ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે.

રિપોર્ટ મુજબ, શહેર પોલીસના ઝોન-5 એલસીબી અને કૃષ્ણનગર પોલીસની ટીમને બાતમી મળી હતી કે ઠક્કરબાપાનગરમાં હરિઓમ સાયકલની સામે આવેલી ગલીમાં મકાન નંબર 141માં બીજા માળે બે લોકો ભેગા મળીને સસ્તા બ્રાન્ડની દારૂની બોટલમાંથી મોંઘી બ્રાન્ડનો વિદેશી દારૂ બતાવીને વેચાણ કરી રહ્યા છે. જેના આધારે પોલીસની ટીમે દરોડો પાડતા હેમલ ઉર્ફે હેમુ વાઘેલા મળી આવ્યો હતો. પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, તેના ભાગીદાર ભરત ઉર્ફે ભરતો સોલંકી અને વિજય હીરાભાઈ સોલંકી સાથે મળીને પોતાના આર્થિક ફાયદા માટે આ કૃત્ય કરતા હતાં.

આ દરોડા દરમિયાન તપાસ કરનાર પોલીસ અધિકારીઓને ચોંકાવનારી વિગતો મળી આવી હતી કે આરોપીઓ દ્વારા અસલી અને મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરીને તેનું ગેરકાયદેસર રી-ફિલિંગ કરવામાં આવતું હતું. બજારમાં આશરે 1,500 રૂપિયાની કિંમત ધરાવતી બોટલોને બ્રાન્ડના નામે 5,000 રૂપિયાથી વધુ ઊંચા ભાવમાં વેચીનું કૌભાંડ ઝડપી પાડવામં આવ્યું છે.

પોલીસે ઘટનાસ્થળેથી વિવિધ પ્રકારની અસલી બ્રાન્ડની 47 નકલી ભરેલી બોટલો, 323 ખાલી બોટલો, 118 ક્વાર્ટર, 293 ઢાંકણાં, સ્ટીકરો તેમજ બિયરના ટીન સહિત કુલ 1.32 લાખ રૂપિયાથી વધુનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા મુખ્ય આરોપી હેમલ વાઘેલાની પૂછપરછમાં ભરત સોલંકી, વિજય સોલંકી અને સુનિલ સોલંકી જેવા અન્ય નામો પણ બહાર આવ્યા છે. પોલીસ દ્વારા આ ગેરકાયદેસર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય મળતિયાઓની સંડોવણી વિશે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...