Tuesday, September 29, 2026

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય, ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ અને પશ્ચિમના બે અલગ યુનિટ બનાવાયા, PIને જવાબદારી સોંપાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગંભીર ગુનાઓને રોકવા અને તે અંગે ત્વરિત તથા અસરકારક કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કુલ 4 નવા વિશેષ યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત પૂર્વ વિસ્તારમાં વટવા ગામ અને ઓઢવ સિંગરવા ચોકી ખાતેના 2 યુનિટ તાત્કાલિક અસરથી કાર્યરત કરી દેવામાં આવ્યા છે, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા અને બોડકદેવ ખાતે ટૂંક સમયમાં અન્ય બે યુનિટ શરૂ કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરની વધતી જતી વસ્તી, આવાસ, ભૌગોલિક વિસ્તાર તેમજ ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવાહોને ધ્યાનમાં રાખીને, શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે શહેરના વિવિધ વિસ્તારોમાં ક્રાઈમ બ્રાન્ચના ચાર નવા યુનિટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પૈકીના બે યુનિટ ગત 25 સપ્ટેમ્બરથી કાર્યરત થઈ ચૂક્યા છે. યુનિટ-1 (દક્ષિણ યુનિટ) વટવા ગામ પોલીસ આઉટપોસ્ટ ખાતે અને યુનિટ-2 (પૂર્વ યુનિટ) ઓઢવના સિંગરવા આઉટપોસ્ટ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે.જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા અને બોડકદેવ ખાતે ટૂંક સમયમાં અન્ય બે યુનિટ શરૂ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં કયા યુનિટ હેઠળ કયા ક્યા વિસ્તારોના પોલીસ સ્ટેશન આવશે?

અમદાવાદ પૂર્વ-યુનિટ 1 (વટવા ગામ): PI જેબલિયા અને તેમની ટીમ વટવા, ઇસનપુર, નરોલ, GIDC વટવા, રામોલ અને ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારની કામગીરી સંભાળશે.
અમદાવાદ પૂર્વ-યુનિટ 2 (સિંગરવા ચોકી): PI ધાખડા અને તેમની ટીમ ઓઢવ, નિકોલ, નરોડા, કૃષ્ણનગર, સરદારનગર, બાપુનગર, રખિયાલ અને અમરાઈવાડી વિસ્તાર પર ચાંપતી નજર રાખશે.
અમદાવાદ પશ્ચિમ-યુનિટ 3 (ચાંદખેડા): આ યુનિટ હેઠળ ચાંદખેડા, મોટેરા, સાબરમતી, રાણીપ, નારણપુરા, વાડજ અને એરપોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારો આવરી લેવાશે.
અમદાવાદ પશ્ચિમ યુનિટ 4 (બોડકદેવ): આ યુનિટ બોડકદેવ, વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, ગુજરાત યુનિવર્સિટી, સરખેજ અને વેજલપુર વિસ્તારમાં ગુના નિયંત્રણની જવાબદારી નિભાવશે.

નવા યુનિટ્સની સ્થાપના થવાથી પૂર્વ અમદાવાદના ઔદ્યોગિક અને સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચની સક્રિય ફિલ્ડ હાજરી વધશે. આ સિવાય સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ ક્રાઇમ બ્રાન્ચ તરફથી ટેકનિકલ અને ઓપરેશનલ ધોરણે વધુ મજબૂત સહયોગ મળશે. ક્રાઇમ બ્રાન્ચ હવે ગુના બન્યા પછી તપાસ કરવા ઉપરાંત ગુના બનતા અટકાવવા એટલે કે ‘પ્રિવેન્ટિવ પોલીસિંગ’ પર વધુ ભાર મૂકશે.

આ નવા યુનિટ્સ કાર્યરત થતાં જ બૂટલેગરો, જુગારીઓ, ડ્રગ્સ માફિયાઓ તેમજ વાહન ચોરી કરતી સંગઠિત ગેંગના સાગરિતો પર પોલીસની સીધી અને કડક નજર રહેશે. ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે આકરાં કાનૂની પગલાં ભરીને શહેરને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં ક્રાઇમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...