Wednesday, October 7, 2026

અમદાવાદમાં નવરાત્રી અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું, રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકરની છૂટ, આ બાબતનું રાખજો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નવરાત્રી મહોત્સવને લઈને શહેર પોલીસ કમિશનર કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર, 2026 દરમિયાન નવરાત્રીના ગરબા અને દશેરા સંબંધિત કાર્યક્રમો માટે માઈક સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ અંગે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

શહેર પોલીસ કમિશનર કચેરી દ્વારા જાહેરનામા મુજબ, રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી સાઉન્ડ સિસ્ટમ, માઈક સિસ્ટમ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. રાત્રે 12 વાગ્યા બાદ માઈક સિસ્ટમ, લાઉડસ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ ચલાવી શકાશે નહીં. આ ઉપરાંત નોઈઝ પોલ્યુશન સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટની આસપાસના સાયલન્સ ઝોનમાં પણ આવી સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.શાંતિ, સલામતી અને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે પોલીસ કમિશનર દ્વારા સમગ્ર અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

શહેરમાં આવેલા અતિ સંવેદનશીલ વિસ્તારો જેવા કે હોસ્પિટલો, નર્સિંગ હોમ, શૈક્ષણિક સંસ્થાઓ (શાળાઓ-કોલેજો) અને અદાલતોની આસપાસ જાહેર કરાયેલા સાયલન્સ ઝોનમાં લાઉડ સ્પીકર કે કોઈપણ પ્રકારની પબ્લિક એડ્રેસ સિસ્ટમ વગાડવા પર પૂર્ણપણે પ્રતિબંધ રહેશે. દર્દીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોને ધ્વનિ પ્રદૂષણથી મુશ્કેલી ન પડે તે માટે આ વિસ્તારમાં સખ્તાઈથી અમલ કરાવવામાં આવશે.

અમદાવાદ શહેર પોલીસે તમામ ગરબા આયોજકો, મંડળો અને નાગરિકોને આ નિયમોનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરી છે. જો કોઈ વ્યક્તિ કે આયોજક નિર્ધારિત ડેસિબલ મર્યાદા કરતા વધુ અવાજ કરશે કે રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર ચાલુ રાખશે, તો તેમની સામે ગુજરાત પોલીસ અધિનિયમ તેમજ ધ્વનિ પ્રદૂષણ નિયમન કાયદા હેઠળ કડક દંડાત્મક અને ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...