અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફુડ વિભાગે નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબાના કાર્યક્રમોમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા ફુડ સ્ટોલો ખાતે ચેકિંગ હાથ કર્યું હતું. 15 ગરબા સ્થળોના 148 ફૂડ સ્ટોલમાં ચેકિંગ કરાયું હતું. જ્યારે 41 ફૂડ સ્ટોલ રજીસ્ટ્રેશન વિનાના મળી આવ્યા હતા, જેમાં ફૂડ વિભાગે તાત્કાલિક ધોરણે તેને બંધ કરાવી અને ફૂડ સ્ટોલ રદ કરાવવાની જગ્યાએ સ્થળ ઉપર રજીસ્ટ્રેશન આપી દીધું હતું.
રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતે ગરબાના સ્થળોએ હેલ્થ ફુડ વિભાગની ટીમોએ તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરી હતી. 148 જેટલા ફૂડ સ્ટોલમાંથી 41 જેટલા ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા હતા.35 જેટલા TPS મારફતે ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ કરાયા હતા. જે માપદંડ મુજબ જણાયા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ગરબા સ્થળો ઉપર જે ફૂડ સ્ટોલ લગાવવામાં આવ્યા હોય તેનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તે અંગે પહેલેથી જાહેરાત કરી હતી. તેમ છતાં પણ કેટલાક ગરબા આયોજનના ત્યાં લગાવવામાં આવેલા ફૂડ સ્ટોલમાં રજીસ્ટ્રેશન નહોતું જેને ચેકિંગ દરમિયાન બંધ કરાવવાનું હોય પરંતુ ફૂડ વિભાગ દ્વારા ગરબા આયોજકો અને સ્ટોલ ધારકો ઉપર મહેરબાન થઈ અને બંધ કરાવવાની જગ્યાએ તેમને સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરાવી દેવામાં આવી હતી. જે પ્રક્રિયા કરાવવાની જવાબદારી ગરબા આયોજન છતાં પણ તેમણે કરાવ્યું નહીં.


