Sunday, November 22, 2026

અમદાવાદના નમો સ્ટેડિયમ ખાતે દિલજીત દોસાંજનું રૉકિંગ પર્ફોમન્સ, ‘તું મુજે કબૂલ’ ગીત પર ફેન્સને ઘેલા કર્યા, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ શરૂ થાય તે પહેલા જ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કોઈ પાઘડી પહેરીને તો કોઈ પંજાબી અંદાજમાં સજ્જ થઈને પહોંચ્યું હતું. નાના બાળકોએ પણ દિલજીતનો લુક રિક્રીએટ કર્યો હતો, જ્યારે વિદેશી ફેન્સ પણ આ સંગીતમય સાંજનો એક ભાગ બનવા અમદાવાદમાં આવ્યા હતા. સ્ટેડિયમ બહાર જાણે પંજાબી રંગ છવાઈ ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો.

રિપોર્ટ મુજબ, અમદાવાદના નમો સ્ટેડિયમ ખાતે યોજાયેલા દિલજીત દોસાંજના કોન્સર્ટ દરમિયાન ગીતોના શબ્દોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સિંગરે આકરો ટોણો માર્યો હોવાની વિગતો સામે આવી છે. પ્રતિબંધિત શબ્દો અને ખાસ કરીને દારૂ શબ્દ વાળા ગીતો પર વિરોધ કરનારાઓને સંબોધતા દિલજીતને આ મામલે કોઈ અફસોસ ન હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવ્યું છે. વિરોધના સૂર વચ્ચે કોન્સર્ટના મંચ પરથી તેણે માફી માંગવાને બદલે સીધો ટોણો મારીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

કોન્સર્ટ દરમિયાન દિલજીત દોસાંજે વિરોધ કરનારાઓના વલણ સામે સવાલ ઉઠાવતા ડબલ સ્ટાન્ડર્સની વાત કરી હતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં ટોણો માર્યો હતો કે જ્યારે વિદેશી કલાકારો કે વિદેશીઓના ગીતો અને કલ્ચરનો વિરોધ થતો નથી, તો માત્ર પોતાનો અને પોતાના ગીતોનો જ વિરોધ કેમ કરવામાં આવે છે. આ ટિપ્પણી દ્વારા દિલજીતે વિરોધ કરનારાઓની બેવડી નીતિ સામે સવાલો ઊભા કર્યા હતા.

આ સાથે જ દિલજીત દોસાંજે પંજાબીમાં એક શેર પણ સંભળાવ્યો હતો. જેનો ગુજરાતીમાં ભાવાર્થ કંઈક આ પ્રમાણે થાય છે. ‘જે થવાનું છે, તે થઈને જ રહશે અને તેને કોઈ રોકી નહી શકે’. દિલજીતે ‘તું મુજે કબુલ’ ગાતા જ ફેન્સ રીતસરના ઝૂમી ઉઠ્યા હતા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોબાઈલની ફ્લેશ લાઈટથી ઝળહળી ઉઠ્યું હતુ.

કોન્સર્ટ દરમિયાન બાળકો સાથે વાતચીત કરવા અને તેમને સ્ટેજ પર બોલાવવા અંગે ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ આપતા પંજાબી ગાયકે જણાવ્યું કે, હું બાળકોને મારા ઘરેથી લઈને નથી આવતો, પરંતુ તેમના માતા-પિતા જ બાળકોને કોન્સર્ટમાં લઈને આવે છે. જે બાદ દિલજીતે પોતાના જે ગીતોને લઈને વિરોધ થઈ રહ્યો હતો, તે ગીતો પર પરફોર્મ કર્યું હતુ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...