Thursday, November 26, 2026

ઘર ખરીદનારાઓ માટે ખુશખબર! Guj RERA પોર્ટલ પર શરૂ થયું આ ખાસ ફીચર, એક ક્લિકમાં જાણો બિલ્ડરની સંપૂર્ણ વિગત

spot_img
Share

અમદાવાદ : રાજ્યના રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધુ પારદર્શિતા લાવવા અને પ્રોપર્ટી ખરીદનારા ગ્રાહકોના હક્કોના રક્ષણ માટે ગુજરાત રેરા (GujRERA) દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ અમલમાં મૂકવામાં આવી રહી છે. હવે ગુજરાત રેરાના વેબ પોર્ટલ (www.gujrera.gujarat.gov.in) પર દરેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના પેજ પર “પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ” (Promoter’s Track Record) નામનું નવું સેક્શન ઉમેરવામાં આવી રહ્યું છે.હવે પ્રોજેક્ટ પેજ પર બિલ્ડરના અન્ય પ્રોજેક્ટ્સ, ફરિયાદો, પેનલ્ટી અને પ્રોગ્રેસ રિપોર્ટ્સ જેવી વિગતો ઉપલબ્ધ થશે. આ પહેલથી ગ્રાહકો પ્રોપર્ટી ખરીદતા પહેલા બિલ્ડરની વિશ્વસનીયતા ચકાસી શકશે.

રિપોર્ટ મુજબ, ગુજરાત રેરાના વેબ પોર્ટલ પર દરેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના પેજ પર ‘પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ’ નામનો નવો વિભાગ ઉમેરવામાં આવશે.આ સુવિધા શરૂ થયા બાદ ગ્રાહકો જે પ્રોજેક્ટમાં ઘર કે દુકાન ખરીદવા માગતા હોય તેના બિલ્ડરે અગાઉ રાજ્યમાં કયા પ્રોજેક્ટ બનાવ્યા છે, તેની કામગીરી કેવી રહી છે અને અન્ય પ્રોજેક્ટમાં તેની સામે કોઈ ફરિયાદ થઈ છે કે નહીં તેની માહિતી મેળવી શકશે. આ ઉપરાંત ફરિયાદ અંગે ગુજરાત રેરાએ આપેલા ચુકાદા, લીધેલાં પગલાં અને ફટકારવામાં આવેલી પેનલ્ટીની વિગતો પણ જોઈ શકાશે.

નવા વિભાગમાં પ્રમોટરના અગાઉના પ્રોજેક્ટની વિગતો ઉપરાંત અલગ-અલગ પ્રોજેક્ટમાં તેની સામે નોંધાયેલી ફરિયાદો અને ફરિયાદોના નિકાલ અંગેની માહિતી ઉપલબ્ધ કરાવાશે. ગ્રાહકો ફરિયાદના ચુકાદાની નકલ પણ જોઈ શકશે. ગુજરાત રેરા દ્વારા બિલ્ડર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય અથવા પેનલ્ટી ફટકારવામાં આવી હોય તો તેની વિગતો પણ પોર્ટલ પર મળશે.આ ઉપરાંત પ્રમોટરે પોતાના વિવિધ પ્રોજેક્ટના કેટલા પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કર્યા છે તેની માહિતી પણ ઉપલબ્ધ થશે. જેના આધારે ગ્રાહકો બિલ્ડરની કામગીરી અને પ્રોજેક્ટ પ્રત્યેની જવાબદારીનો અંદાજ મેળવી શકશે.

પોર્ટલ પર પ્રોજેક્ટના દસ્તાવેજો, મંજૂર થયેલા બિલ્ડિંગ પ્લાન, કાર્પેટ એરિયા, બુકિંગ સ્ટેટસ, પ્રોજેક્ટ પૂર્ણ કરવાની નિર્ધારિત તારીખ અને બાંધકામની પ્રગતિ જેવી વિગતો ઉપલબ્ધ છે. જોકે બિલ્ડરની અગાઉની કામગીરી, પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ક્ષમતા અને ગ્રાહકો સાથેના વિવાદો વિશે પૂરતી માહિતી મળતી નથી.હવે તેમાં પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડનો નવો વિભાગ ઉમેરાતાં પ્રોપર્ટી ખરીદદારોને બિલ્ડરની વિશ્વસનીયતા ચકાસવામાં વધુ સરળતા રહેશે.

ગુજરાત રેરાની આ પહેલથી ખરીદદારોને પ્રોપર્ટીમાં રોકાણ કરતાં પહેલાં પ્રમોટરનો ભૂતકાળ તપાસવાની તક મળશે. સાથે જ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવામાં પણ આ સુવિધા ઉપયોગી બની શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...