અમદાવાદ : શિવ પાર્વતી નંદન ગણેશજીનો જન્મ માહ માસની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. આ જ કારણ છે કે દર વર્ષે માહ શુક્લ ચતુર્થી અથવા માહ વિનાયક ચતુર્થીના દિવસે ગણેશ જયંતિની ઉજવવામાં આવે છે. આવતીકાલે 25-01-2023 ના રોજ ગણેશ જ્યંતિ છે, જેને લઈને નવા વાડજના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણેશ જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે.
નવા વાડજના સિદ્ધિ વિનાયક મંદિરના શાસ્ત્રીજી ધર્મેન્દ્ર વ્યાસના જણાવ્યા મુજબ આવતીકાલે 25-01-2023 ના રોજ મહા સુદ ચતુર્થીને ગણેશ જયંતિ તરીકે ઉજવાય છે જે તિલકુંદ ચતુર્થીના નામથી પણ પ્રચલિત છે. આ દિવસ શ્રી સિદ્ધિવિનાયક જન્મ જયંતિ છે. શ્રી સિદ્ધિવિનાયક દાદાના જન્મદિવસની ઉજવણીમાં પધારવા દરેક ભાવિક ભક્તોને શ્રી સિદ્ધિ વિનાયક સેવા સંઘ તરફથી હાર્દિક આમંત્રણ છે. સાંજે 7.00 કલાકે દાદાની ભવ્ય મહાઆરતી થશે, ત્યારબાદ દાદાના જન્મદિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામા આવશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતિ કે નાના બાળકો સાથે લાવવામાં આવે અને આ ઉજવણીમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે. આ વિશેષ દિવસે દાદાને કેક,ચોકલેટ તથા ફળોના પ્રસાદ ધરાવવામાં આવશે. નાના ભૂલકાઓ માટે નાસ્તાની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવેલ છે. તો આ શુભ અવસરમાં નાના ભૂલકાઓ સાથે ઉપસ્થિત રહેવા દરેક ભક્તો નમ્ર વિનંતિ કરવામાં આવે છે.