અમદાવાદ : AMC દ્વારા અમદાવાદમાં આવેલી કીટલીઓ અને લારીઓ પર પેપર કપ વાપરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઉપરાંત તેનાથી પણ કડક કાર્યવાહીના ભાગરૂપે હવે ચાની કીટલીઓ ઉપર પાર્સલ કરવા માટે 60 માઈક્રોનથી ઓછી જાડાઈની થેલીઓ વાપરવામાં આવે છે, તેના પર પણ પ્રતિબંધ છે. જો કે પ્રતિબંધ હોવા છતાં અમુક ચાની કિટલીઓ પર આ થેલીઓમાં ચા પાર્સલ કરીને આપવામાં આવે છે, ત્યારે પેપર કપ પર પ્રતિબંધ બાદ હવે આવી ચાની થેલીઓ પણ બંધ થઈ જશે.
પાર્સલ લઈ જનાર માટે ચાની કીટલીઓ અને લારીધારકો દ્વારા આવી પ્લાસ્ટિકની થેલીમાં ચા ભરીને આપવામાં આવે છે અને તેની સાથે પણ પેપર કપ આપવામાં આવે છે. જેને લોકો રોડ ઉપર ફેંકી અને ગંદકી કરે છે. જેના કારણે હવે ચાની લારીઓ અને કીટલીઓ પર સંપૂર્ણપણે પેપર કપ અને 60 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચાની કીટલી પર પાર્સલ કરવા માટે આપવામાં આવતી થેલીઓના વપરાશ બંધ કરાવશે.