Tuesday, September 29, 2026

અમદાવાદીઓ માટે વધુ એક સુવિધા, હવે વોટ્સએપ પરથી પ્રોપર્ટી ટેક્ષ બીલ ડાઉનલોડ કરી અને ઓનલાઇન પેમન્ટ કરી શકશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના શહેરીજનો ઘરે બેઠા પ્રોપર્ટી ટેક્સના બીલો ડાઉનલોડ કરી શકે અને તુરંત જ ટેક્સ ઓનલાઇન ભરી શકે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા WHATSAPP CHAT BOTની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્ષ બીલ ડાઉનલોડ કરી અને ઓનલાઇન પેમન્ટ કરી શકે છે. આ સુવિધા કોર્પોરેશન દ્વારા 24 કલાક ઉપલબ્ધ રહેશે.

રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદના નાગરિકોની સગવડતા ખાતર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. હવે WHATSAPP CHAT BOTની સુવિધા શરૂ કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CCRS વોટ્સએપ નંબર 75678 55303 ઉપર ચેટ દ્વારા પ્રોપર્ટી ટેક્સ વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેમાં કોર્પોરેશનના વોટ્સએપ નંબર પર ટેક્સધારક તેઓના પ્રોપર્ટી ટેક્સના બીલ ડાઉનલોડ કરી ઓનલાઇન પેમેન્ટ કરી શકે તેવી સર્વિસ ચાલુ કરવામાં આવી છે. આ સર્વિસ મેળવવા કોઇ પણ નાગરિક તમામ કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સના ટેનામેન્ટ નંબરની સાથે તેઓના મોબાઇલ નંબર LINK કરવા જણાવવામાં આવે છે. જેથી તેઓ AMCની તમામ સેવાઓ તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેળવી શકશે.​​​​​​​

હાલમાં શહરણીજનો માટે પ્રોપર્ટી ટેક્સની તમામ અરજીઓ ઓનલાઇન ઇનવર્ડ થાય છે તેમજ નિકાલ થાય છે. અરજી નિકાલ થયા બાદ અરજદારના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર તે અંગે મેસેજ મળે છે. આ પ્રમાણે ટેક્સધારકોને વધુ એક સગવડ પુરી પાડી તેઓના પ્રોપર્ટી ટેકસનું પેમેન્ટ ઘરે બેઠા મોબાઇલ મારફતે થાય તેવી સગવડ આપવાથી કરદાતાઓને કોર્પોરેશન ઓફિસ કે સિવિક સેન્ટર આવવાની જરૂરીયાત રહેશે નહીં. તેના કારણે પ્રોપર્ટી ટેક્સની રિકવરીમાં પણ વધારો થઇ શકશે. ટેક્સ ડિપાર્ટમેન્ટ 100 ટકા ડિજિટલાઇઝેશન તરફ આગળ વધ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...