Sunday, October 18, 2026

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ, ક્યાંથી મળશે ટિકિટ ?

spot_img
Share

અમદાવાદ : ક્રિકેટ રસિકો માટે ખુબ જ ખુશીના સમાચાર છે. એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરાયો છેકે, અમદાવાદમાં તૈયાર થયેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલેકે, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ. સૂત્રોની માનીએ તો ઉચ્ચસ્તરેથી આ અંગે સુચનાઓ આપી દેવામાં આવી છે. જેને પગલે અત્યારથી આ અંગે આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ તો આ વર્લ્ડ કપ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે ભારતમાં રમાવાનો છે. છેલ્લે 2011માં અહીં વર્લ્ડ કપ રમાયો હતો અને તેમાં 28 વર્ષ બાદ ભારત વિજેતા બન્યું હતું. હવે, મળેલી લેટેસ્ટ ખબર પ્રમાણે વર્લ્ડ કપની શરૂઆત 3 ઓક્ટોબરથી થઈ શકે છે, જે 19 નવેમ્બર સુધી ચાલશે. વર્લ્ડ કપના આયોજન માટે બીસીસીઆઈએ ઓછામાં ઓછા 12 જેટલા સ્થળ શોર્ટલિસ્ટ કર્યા છે અને ફાઈનલ મેચ સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ઈએસપીએન ક્રિકો ઈન્ફોના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈએ વર્લ્ડ કપ માટે કુલ 12 સ્થળને શોર્ટલિસ્ટ કર્યા છે. અમદાવાદ સિવાય જ્યાંના સ્ટેડિયમને આ મેગા ઈવેન્ટ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં બેંગાલુરુ, ચેન્નઈ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈનો સમાવેશ થાય છે. જો કે, આ અંગે હજી સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. વર્લ્ડ કપની વાત કરીએ તો, 46 દિવસ સુધી ચાલનારા આ વર્લ્ડ કપમાં કુલ 48 મેચ રમાશે, જેમાં 3 નોકઆઉટ ટક્કર પણ સામેલ છે.

આઈસીસી દ્વારા હજુ સુધી મેચને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જોકે, સામાન્ય રીતે મીડિયા રિપોર્ટમાં જે પણ વાતો કહેવામાં આવી છે જો તે સાચી ઠરે તો મેચની જાહેરાત બાદ ઓનલાઈન ટિકિટોનું વિતરણ થઈ શકે છે. જેથી તમારે નક્કી કરાયેલી વેબસાઈટ પર જઈને ટિકિટ બુક કરાવવાની હોય છે. સત્તાવાર જાહેરાત બાદ જ આ અંગે સ્પષ્ટતા થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...