Monday, September 28, 2026

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLમેચ જોવા જવાના છો ? કયો રોડ, ક્યારે રહેશે બંધ? આ રૂટ પર ડાયવર્ઝન

spot_img
Share

અમદાવાદ: આગામી 31 માર્ચથી શરુ થતી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ને લઈને અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે ખાસ એક્શન પ્લાન પણ બનાવ્યો છે. આપના માટે એ જાણવું જરૂરી છે કે જ્યારે અમદાવાદમાં મેચ હશે ત્યારે મેચ દરમિયાન કેટલાક રોડ બંધ રહેશે. ચાલો, જોઈએ કેવી છે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા.

એક રિપોર્ટ મુજબ ટ્રાફિક DCP નીતા દેસાઈ જણાવે છે કે, એપ્રિલ તારીખ 9, 16, 25 અને 2, 7, 15 મેના રોજ મેચ મોટેરા સ્ટેડિયમ રમાવાની છે. 31 માર્ચથી શરૂ થનારી IPL મેચને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જનપથ ટીથી મોટેરા સુધીનો રોડ બપોરે 2 વાગ્યાથી 12 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનચાલકોએ ટ્રાફિક સમસ્યા ન સર્જાય માટે વૈકલ્પિક રૂટે જવાનું રહેશે. જેમાં જનપથ ટીથી વિસતથી ઓએનજીસી સર્કલથી તપોવન સર્કલ અવરજવર કરી શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મેચને લઈને ટ્રાન્સપોર્ટેશનની વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા બીઆરટીએસની સાંજના સમયની સ્ટેડિયમ સુધીની 29 બસો વધારી છે. મેટ્રોમાં રાત્રે 2.30 વાગ્યા સુધી દર 8 થી 10 મિનિટે મેટ્રો આવવાની છે.મેચ દરમિયાન 3 હજાર જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત રહેશે. સાથે જ સ્ટેડિયમ જવાના રસ્તે ટ્રાફિકની સ્થિતિ ન સર્જાય તેને લઈને કેટલાક રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...