Monday, September 28, 2026

રિવરફ્રન્ટના દુધેશ્વર બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે 3 બાઈકને મારી ટક્કર, બાઈક બળીને ખાખ

spot_img
Share

અમદાવાદ : ગત સોમવારે મોડી રાતે અમદાવાદના રિવરફ્રન્ટના દુધેશ્વર બ્રિજ પાસે બની છે. દૂધેશ્વરથી દધીચિ બ્રિજ તરફ જતા રોડ પર આવેલા માસ્ટર કોલોની રોડ પરથી પૂર ઝડપે કાર લઈને નીકળેલી મહિલાએ બાઈક 3 બાઈકને ટક્કર મારી હતી. તેમાંથી એક બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી.જેમાં બાઈકની પેટ્રોલની ટાંકીમાં લીકેજ થવાથી બાઈક સળગી ગયું હતું, જ્યારે ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં મહિલાને ગંભીર ઈજાઓ થઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે મોડી રાતે પૂર ઝડપે કાર લઈને નીકળેલી મહિલાએ 3 બાઈકને ટક્કર મારી હતી.જો કે કારની સ્પીડ એટલી બધી હતી કે ટક્કર વાગ્યા બાદ બાઈક 15થી 20 ફુટ સુધી ઢસડાયું હતું. જ્યારે દંપતી પણ ફંગો‌‌ળાઈને દૂર પડયા હતા. આ દરમિયાન બાઈકની પેટ્રોલ ટાંકીમાં લીકેજ થતાં બાઈક સળગી ગયું હતું.આ અંગે સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.

આગની જાણ થતા ફાયર બ્રિગેડ તાત્કાલીક ધોરણે તે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સળગતા બાઈક પર કાબુ મેળવ્યો હતો. આ અકસ્માતમા 3 લોકોને ઈજા થઈ છે. જેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કાર ચાલક મહિલાએ માત્ર બાઈક પર જઈ રહેલા દંપતીને જ નહીં પરંતુ અન્ય એક એક્ટિવાને પણ અડફેટે લેતા તેના પર સવાર બંને વ્યક્તિઓને પણ સામાન્ય ઈજા થઇ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...