અમદાવાદ : ગત સોમવારે મોડી રાતે અમદાવાદના રિવરફ્રન્ટના દુધેશ્વર બ્રિજ પાસે બની છે. દૂધેશ્વરથી દધીચિ બ્રિજ તરફ જતા રોડ પર આવેલા માસ્ટર કોલોની રોડ પરથી પૂર ઝડપે કાર લઈને નીકળેલી મહિલાએ બાઈક 3 બાઈકને ટક્કર મારી હતી. તેમાંથી એક બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી.જેમાં બાઈકની પેટ્રોલની ટાંકીમાં લીકેજ થવાથી બાઈક સળગી ગયું હતું, જ્યારે ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં મહિલાને ગંભીર ઈજાઓ થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે મોડી રાતે પૂર ઝડપે કાર લઈને નીકળેલી મહિલાએ 3 બાઈકને ટક્કર મારી હતી.જો કે કારની સ્પીડ એટલી બધી હતી કે ટક્કર વાગ્યા બાદ બાઈક 15થી 20 ફુટ સુધી ઢસડાયું હતું. જ્યારે દંપતી પણ ફંગોળાઈને દૂર પડયા હતા. આ દરમિયાન બાઈકની પેટ્રોલ ટાંકીમાં લીકેજ થતાં બાઈક સળગી ગયું હતું.આ અંગે સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.
આગની જાણ થતા ફાયર બ્રિગેડ તાત્કાલીક ધોરણે તે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સળગતા બાઈક પર કાબુ મેળવ્યો હતો. આ અકસ્માતમા 3 લોકોને ઈજા થઈ છે. જેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કાર ચાલક મહિલાએ માત્ર બાઈક પર જઈ રહેલા દંપતીને જ નહીં પરંતુ અન્ય એક એક્ટિવાને પણ અડફેટે લેતા તેના પર સવાર બંને વ્યક્તિઓને પણ સામાન્ય ઈજા થઇ હતી.