Thursday, June 25, 2026

CM ભૂપેન્દ્ર પટેલે કેમ્પ હનુમાનની આરતી કરીને શોભાયાત્રાનો કરાવ્યો પ્રારંભ

spot_img
Share

અમદાવાદ : આવતીકાલે 6 એપ્રિલે હનુમાન જ્યંતી હોવાથી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે, ત્યારે અમદાવાદના શાહીબાગ ખાતેના કેમ્પ હનુમાનથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે.દર વર્ષની પરંપરાની જેમ આજે કેમ્પ હનુમાન ખાતેથી હનુમાનજીની શોભાયાત્રા નીકળી હતી, જેનો CM ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવ્યો હતો. CMએ આરતી કરીને ઝંડી બતાવી યાત્રા શરૂ કરાવી હતી. રથયાત્રા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રીએ હનુમાનજીની શોભાયાત્રા શરૂ કરાવી છે.

આવતીકાલે 6 એપ્રિલે હનુમાન જ્યંતી છે જેની ઉજવણીને લઈને શાહીબાગ ખાતેના કેમ્પ હનુમાન મંદિર ખાતે આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલ પહેલી વખત હાજર રહ્યા હતા. આ અગાઉ આનંદીબેન CM હતા, ત્યારે તે એક વખત કેમ્પ હનુમાનની શોભાયાત્રાના પ્રારંભમાં હતા. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલ પણ પ્રથમ વખત શોભાયાત્રામાં હાજર રહ્યા છે. સવારે 8 વાગે મુખ્યમંત્રી મંદિર પહોંચ્યા હતા, જ્યાં હનુમાનજીની આરતી કરી હતી. ત્યારબાદ રથને ઝંડી આપી હતી.આ ઉપરાંત આર્મી ગ્રુપ ઓપરેશનના કમાન્ડન્ટે શ્રીફળ વધેરીને રથ શરૂ કરાવ્યો હતો.

કેમ્પ હનુમાનની શોભાયાત્રા મંદિરથી રથયાત્રા નીકળી હતી. જેમાં 30 ટ્રક, 300 ટુ વ્હીલર, 50 ગાડી છે. રસ્તામાં રથયાત્રાનું સ્વાગત કરવા 40 સ્વાગત કેન્દ્રો પણ રાખવામાં આવ્યા છે. 20 કિમીની રથયાત્રા કેમ્પ હનુમાનથી વાસણા વાયુદેવના મંદિર સુધી જશે. મંદિરથી સુભાષબ્રિજ, જુના વાડજ, ઉસ્માનપુરા, ઇન્કમટેક્ષ,પાલડી, અંજલિ ચાર રસ્તા,ચંદ્રનગર થઈ વાસણા પહોંચશે. 2 વાગે વાસણા પહોંચશે, ત્યાંથી 2:30 વાગે યાત્રા પ્રસ્થાન કરશે. ધરણીધર, માણેક બાગ, પાંજરાપોળ, વિજય ચાર રસ્તા, સરદાર પટેલનું બાવળું, ઉસ્માનપુરા,સુભાષબ્રિજ થઈ યાત્રા મંદિર પરત ફરશે.

6 એપ્રિલે હનુમાન જ્યંતી નિમિતે મંદિરમાં સવારે 6 વાગ્યાથી દર્શન શરૂ થશે. 6:30 વાગે આરતી થશે.7 થી 9 વાગ્યા સુધી સુંદરકાંડ ચાલશે.10 વાગે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.11 વાગે મારુતિ યજ્ઞ થશે.12:40 ધજા ચઢાવવામાં આવશે.12 વાગે મંદિરમાં 5000 લોકોનો ભંડારો થશે. રાતે 12 વાગ્યા સુધી ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...