Thursday, April 23, 2026

રળિયામણો રિવરફ્રન્ટ બન્યો સુસાઈડ પોઈન્ટ, જીવન ટૂંકાવવા ગયેલી યુવતી અને પરિણીતાના પોલીસે બચાવ્યા જીવ

spot_img
Share

અમદાવાદ: શહેરની ઓળખનો એક ભાગ સાબરમતી રિવરફ્રન્ટ છે, જે ખૂબ રળિયામણો લાગે છે. પરંતુ હવે રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ બન્યો છે.ત્યારે વધુ એક ઘટના બને તે પહેલા પોલીસ દેવદૂત બની પહોંચી ગઈ અને જિંદગી બચાવી લેવામાં આવી છે. ત્યારે હવે સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ રિવરફ્ન્ટ પરથી એક યુવતી અને એક પરિણીતાને નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવવા પહોંચ્યા હતા. યુવતી સોશિયલ મીડિયા થકી યુવકના પ્રેમમાં પડી હતી. આ યુવતીને, તેના પ્રેમીએ અનફ્રેન્ડ કરતા જ તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસ પહોંચી અને આત્મહત્યા કરતાં બચાવી લેવામાં આવી હતી.

અમદાવાદ રિવરફ્ન્ટ પર જીવન ટૂંકાવવા આવેલી યુવતીને પોલીસે કાઉન્સેલિંગ કરીને પરિવારને સોંપી હતી. જ્યારે બીજી ઘટનામાં પરિણીતા પોતાના સંકયુક્ત કુટુંબથી કંટાળીને મોતને વ્હાલું કરવા પહોંચી હતી. નદીમાં કૂદકો માર્યો તે દરમિયાન સ્થાનિક યુવકોએ તેને બચાવી લીધી હતી

પરણીતા પોતાના પતિને અલગ રહેવા માટે વારંવાર કહેતી હતી. જો કે માતા-પિતાનો એકનો એક દીકરો પોતાના માતા પિતા સાથે રહેવા સમજાવતો હતો. આમ પતિ તેની વાત સાંભળતો ન હોવાનું લાગી આવતા પત્નીએ કંટાળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદનો રિવરફ્રન્ટ છેલ્લા ઘણા સમયથી સુસાઈડ પોઈન્ટ બની ગયો છે. ત્યારે બીજી તરફ અમદાવાદનો CTM ડબલ ડેકર બ્રિજ પણ સુસાઈડ પોઈન્ટ બની રહ્યો છે. આ દરમિયાન પોલીસ તંત્ર અહી બંદોબસ્ત ગોઠવી રહ્યા છે. છતાં આ પ્રકારની ઘટના સામે આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...