Saturday, March 14, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી IPL ક્રિકેટ સટ્ટાના દુબઈ કનેક્શનનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે કરી 12 બુકીઓની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : IPL આવે ત્યારે બુકી અને ખેલીઓ માટે દિવાળી આવી હોય તેવો માહોલ થઇ જાય છે. IPLની ‌સીઝન દરમિયાન કરોડો રૂપિયાની હાર-જીત થાય છે. ત્યારે અમદાવાદમાં IPL સટ્ટાના દુબઇના તારનો પર્દાફાશ થયો છે અને પોલીસે 12 બુકીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી રવિન્દ્ર ઉર્ફે રવી મારવાડી , દિલીપ સોલંકી અને જીતુ માલી ફરાર છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે ચાંદખેડા વિસ્તારમાં આવેલા રોયલ ઓર્ચિડ બંગલોઝના સાત નંબરના બંગલામાં IPL પર મેચ રમાડતા બુકીઓ છે. બંગલો ભાડે રાખીને બુકી મોબાઇલ ફોન મારફતે ઓનલાઇન IPL પર સટ્ટો રમાડી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડ્યા હતા અને બંગલામાં સટ્ટો રમાડતા ભવરલાલ ચૌધરી, અશોકરામ સૈન, અશોકદાસ સંત, ‌ભીયારામ ડુ‌કિયા, પ્રકાશ ઉર્ફે મુન્નો માળી, કિશન જાટ, આસુરામ ચૌધરી, ઘેવરચંદ જાટ, કેશારામ ચૌધરી, રાજેન્દ્ર પ્રજાપતિ, સુનીલકુમાર ગૌતમ, દિલીપ ગૌતમની ધરપકડ કરી લીધી હતી.

પોલીસને આ તપાસમાં તેમની પાસેથી કરોડો રૂપિયાના વ્યવહારોની વિગતો, જુદી જુદી ડાયરીઓ, લેપટોપ તથા મોબાઈલ પોન મળી આવ્યા છે. જોકે આ ઘટનામાં સટ્ટા રેકેટના મુખ્ય આરોપી રવિન્દ્ર ઉર્ફે રવી મારવાડી , દિલીપ સોલંકી અને જીતુ માલી ફરાર છે. પ્રાથમિક માહિતી અનુસાર ત્રણેય બુકીઓએ બીજા લોકોને દુબઈ ખાતે ટ્રેનિંગ આપીને તૈયાર કર્યા હતા અને ચાંદખેડામાં બંગલો ભાડે લઇને સટ્ટો રમાડતા હતા.

ઉલ્લેખનીય છે કે IPL શરૂ થાય તે પહેલા જ માર્ચમાં અમદાવાદના માધવપુરા વિસ્તારમાં PCBની ટીમે ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં સટ્ટાના વ્યવહારો 1800 કરોડથી વધીને 5 હજાર કરોડ સુધીના પહોંચ્યા હતા અને સમગ્ર કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી.SITમાં બે પીઆઇ, એક પીએસઆઇ, એક સીએ અને એક લીગલ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...