Monday, September 28, 2026

અમદાવાદ પોલીસે શરૂ કર્યું ફુટ પેટ્રોલિંગ, રથયાત્રાને દોઢ મહિનાથી વધુ સમય બાકી છે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં દર વર્ષે અષાઢી બીજના શુભ દિને પરંપરાગતરીતે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. વૈશાખ અડધો પૂર્ણ થવા આવ્યો છે. એટલે અષાઢી બીજના પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે મળતા રિપોર્ટ મુજબ રથયાત્રા દરમિયાન પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આગોતરૂ આયોજન કર્યું છે. શહેરની પોલીસે દોઢેક મહિના પહેલાથી કામગીરી જ શરૂ કરી દીધી છે. એકાદ બે દિવસ બાદથી શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં જોઇન્ટ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મોટી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાશે. જેમાં ખાડિયા, કાલુપુર અને ગાયકવાડ હવેલી વિસ્તારમાં ઝોન-3 ડીસીપીની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી જતી હોય છે ત્યારે આ વખતે રથયાત્રા પહેલાં IPL મેચ હોવાથી પોલીસ તમામ જગ્યાએ કચાશ રાખવા માગતી નથી. IPL ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ રહી છે, જે માટે પણ અમદાવાદ પોલીસની સેક્ટર-1ની અને તેમાંય ખાસ ઝોન-2ની પોલીસ બંદોબસ્તમાં રાખવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી રથયાત્રાનું તમામ પ્રકારનું કાગળ પરનું પ્લાનીંગ કરી દેવાયું છે. પોલીસે શાહપુર, ગાયકવાડ હવેલી, કારંજ, દરિયાપુર, ખાડિયા એવા રૂટ પરના રોડ પર ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...