Monday, September 28, 2026

શહેરના પશ્ચિમ વિસ્તારમાં AMCના સોલિડ વેસ્ટ વિભાગનો સપાટો, જાહેરમાં ગંદકી કરનારા સામે કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ: શહેર સ્વચ્છતા મામલે સૌથી અગ્રસેર રહે અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે AMC દ્વારા વિવિધ કાર્યક્રમ આયોજીત કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં અનેક એકમો દ્વારા AMCના સ્વચ્છતા અભિયાનું ઉલ્લંઘન તેમજ સ્વચ્છતાના નિયમ વિરૂદ્ધ જઇ કામ કરનારા એકમો સામે AMC સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના ગોતા અને ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા મહાદેવ પાન પાર્લર અને વિઝન આઇ એકમને AMC દ્વારા ગંદકી મુદ્દે સીલ કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર ગંદકી કરતા અને ન્યૂસન્સ કરતાં એકમ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં માર્ગો પર ગંદકી અને ન્યૂસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ પાન ગલ્લા, ચાની કિટલી, પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ, વેચાણ સંગ્રહ, ઉત્પાદન કરતા તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન ન રાખતા એકમો સામે અભિયાન રૂપી કાર્યવાહી ચાલી રહી છે. જીપીએમસી એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કામગીરી અંતર્ગત ઉત્તર પશ્ચિમ ઝોનના જુદા-જુદા વોર્ડમાં મુખ્ય વિસ્તારમાં જાહેર માર્ગો પર ગંદકી અને ન્યુસન્સ કરતા ધંધાકીય એકમનો નોટિસ આપવામાં આવી હતી.

ઉતર પશ્ચિમ ઝોનમાં તમામ વોર્ડમાં જાહેરમાં કચરો નાખી ન્યૂસન્સ કરતા એકમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક જ દિવસમાં 86 જેટલા એકમો તપાસતા, આ પ્રકારના કૃત્ય બદલ 23 નોટિસો ઇસ્યુ કરી, 07 કિગ્રા પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂપિયા 29 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જાહેર રોડ પર કચરો નાખવા બદલ ગોતા વિસ્તારમાં આવેલા મહાદેવ પાન પાર્લર અને ઘાટલોડિયામાં આવેલા વિઝન આઇ એકમ સીલ કરાયું હતું. ઉતર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ વિભાગે જાહેરમાં ગંદકી કરનારા એકમ સામે જરૂરી દંડનીય કાર્યવાહી કરી છે. શહેરીજનોમાં સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય સાથે ચેડાં કરતા તેમજ જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાકીય એકમો સામે જાહેર આરોગ્યના ઉમદા હેતુસર આગામી દિવસમાં સખત પગલા લેવાની કાર્યવાહી ચાલુ રહેશે.

નોધનીય છે કે, AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કોર્મિશિલય એકમ હોય કે પછી રહેણાક એકમ હોય, ત્યાં જઇને જાહેર રસ્તા પર કચરો ન ફેંકવા અપીલ કરવામાં આવી હતી. શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત AMCસી દ્વારા ટ્રીગર ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં AMC ટીમ અને સ્થાનિક સંસ્થાઓ સાથે રાખી રેલીનું આયોજન કરાયુ હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...