Monday, September 28, 2026

ન્યુ રાણીપમાં કમુબા પાર્ટી પ્લોટ ખાતે પોલીસ અને પ્રજાના સમન્વયનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના ન્યુ રાણીપ ખાતે આવેલ કમુબા પાર્ટી પ્લોટમાં પોલીસ અને પ્રજા વચ્ચેનો સંબંધ કેવી રીતે સૌહાર્દપૂર્ણ બની રહે તે અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય, ન્યુ રાણીપ, રાણીપ, ચાંદખેડા અને ચાંદલોડિયા વિસ્તારના મ્યુ કાઉન્સીલરો તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનીક આગેવાનો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા કમુબા પાર્ટી પ્લોટમાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે તે હેતુથી એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સાયબર ક્રાઇમ માફીઆઓ કેવી રીતે અપરાધિક પ્રવૃત્તિઓને અંજામ આપે છે તે અંગેની વાત કરીને સાયબર ક્રાઇમ થી કઈ રીતે બચી શકાય તેમ જ ખાસ કરીને મહિલાઓ સાથે ઓનલાઈન ખરીદીમાં કરવામાં આવતી છેતરપિંડી અંગે જાગૃતતા લાવવા પર સાયબર ક્રાઇમ એક્સપર્ટ તેમજ નાયબ પોલીસ કમિશનર સુશીલ અગ્રવાલ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ એક્સપર્ટે સાઇબર ક્રાઇમ કઈ રીતે કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી પીરસાઈ હતી, તેમજ નાયબ પોલીસ કમિશનરે આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન મહત્વનું સાધન બની ગયો છે ત્યારે ફોન દ્વારા કોઈપણ અજાણ્યા વ્યક્તિને પોતાના ઘરમાં પ્રવેશ કરવા ન દેવો તેવી સમજણ આપી હતી. પોલીસ કમિશનર નીરજ બડગુજરે અન્ય અપરાધોની સરખામણીમાં સાયબર અપરાધોમાં વધારો થયો હોવાનું કહી રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સહિત પોલીસ વિભાગ કઈ રીતે સાયબર ક્રાઇમને અટકાવવા પ્રયાસો કરી રહ્યા છે તે અંગેની વિશે જાણકારી ઉપસ્થિત પ્રજાજનોને આપી હતી.

કાર્યક્રમમાં સાબરમતી પોલીસ મથક વિસ્તારમા બનેલી ચોરી, લૂંટ સહિતની ઘટનામાં ફરિયાદ કરનાર ફરિયાદીઓએ ઉપસ્થિત રહીને સાબરમતી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ એન પટેલે ત્વરિત કામગીરી કરી ગણતરીના કલાકોમાં જ ગુનાને અંજામ આપનાર તત્વોને પકડી પાડીને કરેલી પ્રશંસનીય કામગીરી ખુદ ફરિયાદીઓએ જનતા સમક્ષ મૂકીને સાબરમતી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ જનતાની સેવા માટે કેટલાક પ્રમાણમાં તત્પર છે તેનું ‘પ્રમાણપત્ર આપ્યું હતું. પોલીસની પ્રશંસનીય કામગીરીની વિગતો ખુદ ફરિયાદીઓના મુખેથી સાંભળીને કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ રાજ્ય સરકાર ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી દેવા માટે કઈ રીતે કામગીરી કરે છે તેની વિગતો જનતા સમક્ષ મૂકી હતી. એટલું જ નહીં તેઓએ એમ પણ કહ્યું હતું કે કેટ કેટલાય પડકારો ઝીલીને પોલીસના જવાનો જનતાની સુરક્ષા માટે રાત દિવસ જોયા વગર તમામ પડકારોનો સામનો કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જે માટે તેઓએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ સાબરમતી પોલીસ મથકના પીઆઇનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, મ્યુ કાઉન્સિલરો દશરથ પટેલ, વિરલ વ્યાસ,અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજર, નાયબ પોલીસ કમિશનર સુશીલ અગ્રવાલ, એલ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર ડી વી રાણા, PSI ઉર્વશીબેન કે પંડ્યા, PSI આઇ કે મોથલીયા, PSI એચ જી દેવમણી, ASI એ જે પ્રજાપતિ સાથે સાબરમતી, રાણીપ, ચાંદલોડિયા અને ચાંદખેડાના મ્યુ કાઉન્સિલરો સહીત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન RJ મેઘા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઇએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બનનાર જનતા તેમજ આયોજકોનો આભાર માન્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...