Wednesday, March 4, 2026

સિંધુભવન રોડ પર બેફામ બન્યા અસામાજિક તત્વો, એક્સેસ-એક્ટિવા પર ઊભા થઈ સ્ટંટ કરનારા એકની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વારંવાર જોખમી સ્ટંટ કરતા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે વધુ એક જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો અમદાવાદના સિંધુ ભવન રોડનો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મોપેડ ચાલક 2 યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. આ યુવાનો જોખમી સ્ટંટ કરી પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.વીડિયો વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી.પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા ઍક્સેસ પર સ્ટંટ કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સિંધુભવન રોડ પર અવારનવાર જોખમી વાહન ચલાવવા તથા સ્ટંટ કરતા વાહન ચાલકોના વીડિયો સામે આવી રહ્યા છે, ત્યારે સિંધુભવન રોડ પરનો વધુ બે વીડિયો સામે આવ્યો છે. ચાલુ વાહને સીટ પર ચઢી યુવક વાહન ચલાવી પોતાની તથા અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમમાં મૂકીને વાહન ચલાવી રહ્યાના 2 અલગ અલગ વીડિયો સામે આવ્યા છે.વીડિયો વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી.પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા ઍક્સેસ પર સ્ટંટ કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધીને વાહન જમા કરવામાં આવ્યું છે. યુવકનું નામ સાહિલ દાંતણીયા હોવાનું તથા યુવક વેજલપુરમાં રહતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત યુવક સાથે અન્ય પણ યુવક એક્ટિવા પર સ્ટંટ કરી રહ્યો હતો જેની પોલીસ શોધખોળ કરી રહી છે. અન્ય યુવકની ધરપકડ કરી તેની વિરુદ્ધ પણ આ પ્રકારે જ કાર્યવાહી કરવામાં આવશે.

આ અગાઉ દિવાળી સમયે પણ કેટલાક નબીરાઓએ લોકોનો જીવ જોખમમાં મૂકાય તે રીતે રોડ પર આડેધડ વાહનો ફેરવી ફટકડા ફોડ્યા હતા. જેના વીડિયોએ હાહાકાર મચાવી દેતા સરખેજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારે હવે ફરી આવો જ એક વીડિયો સામે આવ્યો, જેમાં કેટલાક તત્વો સિંધુભવન રોડ પર લોકોના જીવ જોખમાય એ રીતે ગાડી લઇને નીકળ્યા અને રીલ બનાવતા હતા. જેને લઇને પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...