Tuesday, September 22, 2026

આજથી પોલીસની 5 દિવસની ડ્રન્ક એન્ડ ડ્રાઈવ, દારૂ પી વાહન ચલાવનારા થઇ જાઓ સાવધાન

spot_img
Share

અમદાવાદ : હોળી-ધુળેટીના પર્વ દરમિયાન અને પછીના 5 દિવસ સુધી નશો કરીને વાહન ચલાવનારાને પકડવા માટે પોલીસે ખાસ ડ્રન્ક એન્ડ ડ્રાઈવ રાખી છે. આ ડ્રાઈવ દરમિયાન કોરોના ગાઈડ લાઈનનું કડક પાલન કરવાનું હોવાથી પોલીસ વાહન ચાલકનું મોં નહીં સુંઘે. પરંતુ શહેરના એન્ટ્રી-એક્ઝિટ સહિતના 250 પોઈન્ટ પર 597 વાહનચાલકોને બ્રિથ એનલાઈઝરથી ચેક કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 17થી 21 માર્ચ સુધી એમ 5 દિવસ ડ્રન્ક એન્ડ ડ્રાઈવ યોજી છે. જેથી કોઇપણ વાહન ચાલકે દારૂ પીધો છે કે નહીં તે ચેક કરવા માટે પોલીસ વાહન ચાલકનું મોં નહીં સૂંઘે, બ્રિથ એનલાઈઝરનો ઉપયોગ કરશે. જેના માટે શહેર પોલીસ પાસે 597 બ્રિથ એનલાઈઝર મશીન છે. જેમાં 297 ટ્રાફિક પોલીસના અને 300 લોકલ પોલીસના છે.

આ અંગે શહેરના તમામ પોલીસ સ્ટેશન, ટ્રાફિક પોલીસ સ્ટેશન, એપીસી, ડીસીપી, અધિક પોલીસ કમિશનર તેમજ સંયુક્ત પોલીસ કમિશરને લેખિતમાં જાણ કરી છે.ડ્રાઈવ દરમિયાન દરેક પોલીસ સ્ટેશને કરેલી કામગીરીની માહિતી કમિશનર કચેરી ખાતે મોકલી આપવાની રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...