Saturday, August 1, 2026

ઘરઘાટી રાખતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, સાયન્સ સિટી રોડ પર ડોક્ટરના ઘરમાંથી ઘરઘાટી 7 લાખની ચોરી કરી ફરાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ડોક્ટરના ઘરે ઘરઘાટીએ 7.5 લાખની ચોરી કરી છે. થોડા દિવસ અગાઉ જ નોકરી પર રાખેલા ઘરઘાટીએ મકાનમાં રોકડ રકમની ચોરી કરી છે. ચોરી કર્યા બાદ પિતા વતનમાં બીમાર હોવાનું માલિકને કહીને જતો રહ્યો હતો. થોડા સમય બાદ બેડરૂમના ડ્રોવરમાં જોતા પૈસાની ચોરી થઈ હોવાની જાણ થતાં માલિકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના સાયન્સ સિટી રોડ પર રહેતા સુકુમાર મહેતા સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. ગત સપ્ટેમ્બર માસમાં તેમણે ઘરઘાટી તરીકે રમેશ નામના વ્યક્તિને કામે રાખ્યો હતો. જે ઘરમાં કચરાપોતું તથા વાસણનું કામ કરતો હતો. ગત તારીખ 25મી સપ્ટેમ્બરે જે દિવસે રમેશને નોકરીએ રાખ્યો તે જ દિવસે ડો.સુકુમારે તેમના બેડરૂમના ડ્રોઅરમાં રોકડા 7.50 લાખ રૂપિયા મૂકીને ડ્રોઅર લોક કરીને ચાવી ડિજિટલ સેફ લોકરમાં મૂકી હતી.

શનિવારે તેમને પૈસાની જરૂર પડતા તેમણે ડ્રોઅર ખોલીને જોયું તો તેમાંથી પૈસા ગાયબ હતા.જેથી તેમણે તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું હતુ કે, તેમના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતો રમેશ નામનો વ્યક્તિ ઘરમાંથી 7.50 લાખની રોકડ ચોરીને ફરાર થઈ ગયો હતો. જેથી આ મામલે ડો.સુકુમારે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...