Sunday, September 27, 2026

ગુજરાત હાઉસીંગ બોર્ડ સાંભળો, સૌથી વધારે જર્જરીત સોસાયટીઓને રિડેવલપમેન્ટમાં અગ્રતા જરૂરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજ સહિત સમગ્ર શહેરમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ (અલગ અલગ પ્રકારની વસાહતો) આવેલ છે, જેમાં અત્યાર સુધી આંગળીના વેઢે ગણી શકાય એટલી ત્રણ થી ચાર સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ શકી છે.અને અન્ય સાત થી આઠ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ સમગ્ર રિડેવલમેન્ટ પ્રક્રિયામાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે હાઉસીંગ બોર્ડ દ્વારા સૌથી વધુ જર્જરીત સોસાયટીઓને અગ્રતા આપવી જોઈએ.

પ્રાપ્ત વિગતો મુજબ ઉપર જણાવ્યા મુજબ અત્યાર સુધી ત્રણ થી ચાર સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ છે જયારે વધુ સાત થી આઠ સોસાયટીઓમાં રિડેવલમેન્ટ પ્રક્રિયા અલગ અલગ તબક્કામાં હોવાનું જાણવા મળ્યુ છે.પરંતુ સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે આમાંથી સૌથી વધુ જર્જરીત સોસાયટીઓ કેટલી ? જેમાં રહીશોના જીવ જોખમમાં હોઈ શકે ? અત્યાર સુધી જે સોસાયટીઓ રિડેવલમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ છે એ MIG કે HIG ગ્રુપની છે, (અહી અમો તેમને જણાવી દઈએ કે આ પ્રકારની સોસાયટીઓમાં રિડેવલમેન્ટના કાર્યમાં અમારો વિરોધ નથી, અમારો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે સાથે સાથે ખૂબ જર્જરીત છે એવી સોસાયટીઓનું રિડેવલમેન્ટનું કાર્ય ઝડપી થવું જોઈએ) જયારે મુખ્યત્વે ખુબ જ જર્જરીત સોસાયટીઓ એવી નારણપુરાના હરીઓમનગર, ગણેશ, શિવાલય કે શ્રીનગર સોસાયટીઓ કે જે LIG કે MLIG ગ્રુપની છે. આવી અનેક સોસાયટીઓના મકાન ખૂબ જુના હોવાને કારણે ખુબ જર્જરીત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે, સ્થાનિકો જીવના જોખમે વસી રહ્યાં છે.

સ્થાનિકોની ફરિયાદ મુજબ તેઓ રિડેવલમેન્ટ ઈચ્છી રહ્યા છે પરંતુ દરેક સોસાયટીઓમાં અલગ અલગ પ્રશ્નોને કારણે રિડેવલમેન્ટ અટકી રહ્યું છે, કયાંક કાગળો પુરતા નથી, કયાંક પૈસા ભરવાના બાકી છે, કયાંક વધારાના બાંધકામો નડી રહ્યા છે, તો કયાંક દસ્તાવેજ ન હોવાને કારણે સહિત અનેક પ્રશ્નોને કારણે આ સોસાયટીઓમાં રિડેવલમેન્ટનું કામ શરૂ થઈ શક્યું નથી.ત્યારે સ્થાનિક આગેવાન બિપીનભાઈ પટેલે માગણી કરતા જણાવ્યું છે કે નવા વાડજમાં હરીઓમ એપાર્ટમેન્ટ અને ગગન વિહાર એપાર્ટમેન્ટની જેમ જ આ પ્રકારના LIG, MLIG કે EWS જેવા ગરીબ અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે હાઉસીંગ બોર્ડ દ્વારા આવી હાઉસીંગ સોસાયટીઓના સીધા ટેન્ડર પાડી રિડેવલમેન્ટનું કામને સૌથી વધુ અગ્રતા આપી ઝડપી બનાવવુું જોઈએ.

અહીં અમો તમને જણાવી દઈએ કે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નવા વાડજની સૌથી વધુ જર્જરીત એવી હરીઓમ એપાર્ટમેન્ટ અને ગગનવિહાર એપારમેન્ટના સીધા ટેન્ડર પાડી જે કુનેહ બતાવી છે, જેને લઈને આગામી દિવસોમાં રિડેવલમેન્ટનું કાર્ય ઝડપી થશે એવી આશા અમો સેવી રહ્યા છે, જેના માટે મિર્ચી ન્યૂઝ પરિવાર ગુજરાત હાઉસીંગ બોર્ડનો આભાર વ્યક્ત કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...