Sunday, September 27, 2026

દશેરાએ દિવાળી : અમદાવાદમાં HSRP નંબર પ્લેટ સાથે આટલા વાહનોનું વેચાણ થયું, બુકિંગમાં 15%નો વધારો

spot_img
Share

અમદાવાદ : વિજયનું પર્વ વિજયાદશમીની આખા દેશમાં ઉજવણી કરવામાં આવે છે. અધર્મ પર ધર્મના વિજયના ઉત્સવ દશેરાની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. ત્યારે આ વખતે દશેરામાં ઓટો મોબાઈલ ડિલરો માટે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ગત વર્ષની સરખામણીએ અમદાવાદમાં આ વખતે વાહનના વેચાણમાં 15% નો વધારો નોંધાયો છે.આમ તો નવરાત્રિના નવ દિવસ અને દશેરા એમ કુલ 10 દિવસ સુધી લોકો વાહન ખરીદે છે. આ દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે સાથે સાથે જ આ દિવસે વાહન ખરીદી પણ શુભ માનવામાં આવે છે.

અમદાવાદમાં છેલ્લા 10 દિવસોમાં 13 હજાર જેટલા ટૂ વ્હિલરનું વેચાણ થયું છે તો રાજ્યભરમાં 80 હજાર જેટલા વાહનો વેચાણ થયું છે. આ દશેરામાં પહેલીવાર એવું બન્યું છે કે, વાહન ચાલકોને HSRP નંબર પ્લેટ લગાવીને જ વાહનની ડિલિવરી આપવામાં આવી છે. તે સિવાય રાજકોટમાં 1500 થી વધારે ટૂ વ્હિલર અને 500 થી વધારે કારોનું વેચાણ થયું છે. બીજી બાજુ એક અંદાજ મુજબ સુરતમાં દશેરાના દિવસે ડિલિવરી મેળવવા માટે 450 થી વધુ કારના એડવાન્સ બુકિંગ થયા તો સુરત શહેરમાં 2000 થી વધુ ફોર વ્હીલર્સનું વેચાણ થવાનો અંદાજ છે.

સપ્ટેમ્બર માસમાં રાજય સરકાર દ્વારા વાહન ખરીદનારને નંબર પ્લેટ સાથે જ વાહન મળે તેવો નિર્ણય લેવાયો હતો જેનો અમલ શરૂ થતાં આ દશેરામાં લોકોએ નંબર પ્લેટ સાથેના વાહનોની ડિલિવરી મેળવી હતી. આ માટે લોકોએ અગાઉથી જ વાહનો બુક કરાવ્યા હતા જેથી દશેરાના દિવસે અને નવરાત્રિ દરમિયાન વાહનનોની ડિલિવરી મેળવી શકે.ઓટો ડિલર્સ દ્વારા પણ વાહનની ડિલિવરી વખતે નંબર પ્લેટ સાથે વાહન મળે તેવો આદેશ ને લઈને દશેરાએ ટુ વ્હીલરની ડિલિવરી મળે તેવું આયોજન કર્યું હતું.

ગુજરાતમાં દશેરાના દિવસે રાજ્યભરમાં ફાફડા-જલેબી આરોગવામાં આવે છે. દશેરાના સવારથી જ ફાફડા-જલેબી-ચોળાફળી ખરીદવા લોકોએ લાંબી લાઈનો લગાવી હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા,સુરત સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં ફાફડા-જલેબી અને મિઠાઈનો કરોડોનો વેપાર થાય છે. ગત વર્ષે એકલા અમદાવાદમાં આશરે 150 કરોડના ફાફડા જલેબીનું વેચાણ થયું હતું તો રાજકોટમાં આશરે 50 હજાર કિલો ફાફડા જલેબીના વેચાણનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...