Friday, July 31, 2026

અમદાવાદીઓ માટે ખુશ ખબર : શહેરના ઈન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં શરૂ કરાશે 12 ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. AMC દ્વારા 10 ટકા રેવન્યુ શેરિંગ સાથે પીપીપી ધોરણે શહેરમાં વિવિધ વિસ્તારોમાં 12 જેટલા ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં તેના ચાર્જિંગના દર વગેરે નક્કી કરી અને ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.

AMC દ્વારા ચાલુ વર્ષના બજેટમાં વિવિધ વિસ્તારોમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શહેરના એર પોલ્યુશનમાં ઘટાડો થાય તે હેતુસર કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરીને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવા માટે વધુને વધુ નાગરિકો તૈયાર થાય હેતુસર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરનારની સરળતા અને સગવડતા માટે AMC દ્વારા 10 ટકા રેવન્યુ શેરિંગ સાથે પીપીપી ધોરણે શહેરમાં વિવિધ વિસ્તારોમાં 12 જેટલા ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં તેના ચાર્જિંગના દર વગેરે નક્કી કરી અને ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.

ક્યાં બનશે ચાર્જિંગ સ્ટેશન

સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ
નરોડા હરિદર્શન ક્રોસ રોડ
કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગ
પ્રહલાદનગર ગાર્ડન પાસેના મલ્ટી લેવલ પાર્કિંગ
ઇસનપુર ગોવિંદવાડી સર્કલ
ગુજરાત વિદ્યાપીઠ પાસે ઈન્કમટેક્સ ફ્લાય ઓવરબ્રિજ
નિકોલ-નરોડા રોડ રોઝ વેલી સ્કાય પાસે
નારોલ ફ્લાયઓવર બ્રિજ નીચે
CTM ફ્લાયઓવર બ્રિજ નીચે
ચાંદખેડામાં ન્યુ CG રોડ
મોટેરામાં કોટેશ્વર રોડ
બાપુનગર ફ્લાયઓવર બ્રિજ નીચે

કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા નવી EV પોલીસી તૈયાર કરવામાં આવી છે. આ તરફ આ પોલીસીને લઈ હવે ગુજરાત સહિત દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા PPP ધોરણે 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. અહેવાલો મુજબ અત્યાર સુધી 9 ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર થઈ ગયા છે જ્યારે બાકીના 3 આગામી દિવસોમાં ઝડપથી બનીને તૈયાર થઈ જશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...