Monday, April 27, 2026

AMCનો વેસ્ટમાંથી બેસ્ટનો નવતર પ્રયોગ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકોએ ફેંકેલા પ્લાસ્ટિકમાંથી બનાવ્યા બાંકડા

spot_img
Share

અમદાવાદ : AMCનો નવતર પ્રયોગ સામે આવ્યો છે. તાજેતરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ તમામ મેચમાંથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરી AMCના ગાર્ડન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ વેસ્ટમાંથી બેસ્ટનું નિર્માણ કર્યું હતું. લગભગ 1 હજાર કિલો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરી 10 બાંકડા અને સફાઈ કર્મચારીઓ માટે રિફ્લેક્ટેડ જેકેટ બનાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલ વર્લ્ડકપની મેચ દરમિયાન આવેલા પ્રેક્ષકોએ ફેંકેલ પ્લાસ્ટીકની બોટલ અને પ્લાસ્ટિકના ગ્લાસમાંથી AMCએ બાંકડા બનાવ્યા છે. 50 કિલો પ્લાસ્ટિકમાંથી એક એવા દસ બાંકડા કોકાકોલા નામની કંપની દ્વારા AMCને આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરના બગીચાઓમાં અને જાહેર સ્થળોએ જોવા મળી શકે છે આ પ્લાસ્ટિકના બાંકડા. ચાર બોટલ એકત્ર કરી તેમાંથી જેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. રાત્રી દરમિયાન કામ કરતા કર્મચારીઓ વાહનચાલકોને દેખાય તે માટે જેકેટ અપાશે. હાલ શહેરમાં RCC અને એલ્યુમિનિયમના બાંકડા લગાવવામાં આવ્યા છે.

માત્ર બાંકડા જ નહીં પણ ચાર પ્લાસ્ટિકની બોટલમાંથી એક જેકેટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જે રાત્રી દરમિયાન કામ કરતા શ્રમિકોને અપાશે. જેની મદદથી વાહનચાલકો સરળતાથી આ શ્રમિકોને જોઈ શકે છે. અમદાવાદ મનપાનું આયોજન છે કે પીરાણા ખાતે પ્લાસ્ટિકના અલગીકરણ કર્યા બાદ નીકળતા પ્લાસ્ટિકમાંથી વધુ બાંકડા તૈયાર કરવા જેના માટે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવવાની કવાયત હાથ ધરાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...