Sunday, April 19, 2026

અમદાવાદના આ યુવકે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આપ્યું મુહૂર્ત, કુલ 10 વિદ્વાનોએ આપ્યા હતા અભિપ્રાય

spot_img
Share

અમદાવાદ : અયોધ્યામાં રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે. શુભ કાર્ય તેમજ મુહૂર્તને ધ્યાને રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. શુભ પ્રસંગે અને ધાર્મિક કાર્યમાં મુહૂર્તને ખાસ પ્રાધાન્ય અપાતું હોય છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિદ્વાનો પાસે મુહૂર્ત માટે અભિપ્રાય મંગાયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ દેશભરમાંથી 8 થી 10 જેટલા વિદ્વાનો પાસેથી અભિપ્રાય મંગાયા હતા. જેમાં 8 થી 10 વિદ્વાનોમાં ગુજરાતનાં 21 વર્ષીય વિશ્વ વોરાએ પણ પોતાનો અભિપ્રાય મોકલ્યો હતો. વિશ્વ વોરા સાબરમતી હેમચંદ્રાચાર્ય ગુરૂકુળ ખાતે અભ્યાસ કર્યો છે. વિશ્વ વોરો જ્યોતિષી અને ગ્રંથો સહિત અનેક ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી છે. વિશ્વ વોરાનાં અભ્યાસને ધ્યાને રાખીને તેમની પાસેથી અભિપ્રાય મંગાયો હતો.

તમને જણાવી દઈએ કે, અન્ય વિદ્વાનો સાથે વિશ્વ વોરાનો પણ અભિપ્રાય એક સરખો જ હતો. જેના મત મુજબ 22 જાન્યુઆરીએ 12.22 મિનિટે મુહૂર્ત નક્કી કરાયું છે. માત્ર 88 સેકન્ડનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું હોવાની વાત છે.

અન્ય વિદ્વાનો સાથે વિશ્વ વોરાનો પણ અભિપ્રાય એક સરખો હતો. મત મુજબ 22 જાન્યુઆરીએ 12.22 મિનિટે મુહૂર્ત નક્કી કરાયું છે. માત્ર 88 સેકન્ડનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું હોવાની વાત છે. આ મુહૂર્તમાં વશિષ્ઠ મહાઋષિએ ભરત મહારાજાને રામ રાજ્ય અભિષેક કરાવ્યો હોવાની વાત છે. તેમજ આ મુહૂર્તમાં ઈન્દ્ર તેમની ગાદી પર બિરાજમાન થયાની વાત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...