Saturday, September 26, 2026

અયોધ્યામાં રામ મંદિર પાસે બનશે ગુજરાત ભવન, ગુજરાતીઓને મળશે આ વિશેષ સુવિધા

spot_img
Share

અમદાવાદ : ગુજરાતીઓ ધાર્મિક યાત્રાઓ પર મોટી સંખ્યામાં જતા હોય છે ત્યારે હવે અયોધ્યામાં નિર્માણ પામેલા અને તાજેતરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરાઈ છે તેવા ભગવાન રામના મંદિરના દર્શન માટે પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. ગુજરાતી પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પણ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે જમીન ખરીદી લેવામાં આવી હોવાનું પણ ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણથી દેશ અને દુનિયાના નકશા પર આ શહેરનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. અયોધ્યામાં બની રહેલા ભગવાન રામના મંદિરને જોવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં પોતાના રાજ્યના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે જમીન ખરીદી છે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અયોધ્યામાં રામભક્તો માટે જમીન લીધી છે અને ગુજરાતીઓને સારી સુવિધા મળી રહે તે માટે નજીકના ભવિષ્યમાં સારી ઇમારત બનાવવામાં આવશે. સાથે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા જ અયોધ્યામાં આ કામ કરી ચુક્યા છે.

તમને જણાવી દઈએ કે, મુંબઈ, દિલ્હી, કોલકાતા કહિત દેશના મુખ્ય શહેરોમાં ગુજરાત ભવન બનાવવામાં આવ્યું છે. જ્યાં જનાર ગુજરાતી લોકોને સસ્તા ભાવે આવાસની સુવિધા આપવામાં આવે છે. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા હતા. ત્યારબાદ અયોધ્યાની જમીનની કિંમતો આસમાને પહોંચવાની સાથે વેપારમાં પ્રગતિના સમાચાર મળી રહ્યા છે. નજીકના ભવિષ્યમાં હોટલ રેસ્ટોરા સહિતના વેપારમાં તેજી જોવા મળી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...