Tuesday, April 28, 2026

અમદાવાદીઓ સાવધાન, શહેરમાં રોડ પર વાહન પાર્ક કરશો તો AMC લોક મારી દેશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી AMC દ્વારા રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને ગેરકાયદેસર પાર્કિંગ મામલે મ્યુનિસિપલ કમિશનરે કડક આદેશ આપ્યા છે. શહેરમાં આવેલા તમામ ઝોનમાં ગેરકાયદેસર પાર્કિંગ થતા હોય એવા રોડ નો ડેટા તૈયાર કરવામાં આવશે. રોડ ઉપર ગેરકાયદેસર કેટલી ગાડીઓ પાર્ક થાય છે તેની સંખ્યા સાથે કરી ડેટા તૈયાર કરવા સૂચના અપાઈ છે. જેના આધારે આગામી દિવસોમાં પાર્કિંગ મામલે યોગ્ય આયોજન કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMC કમિશનરે ગેરકાયદેસર વાહન પાર્કિંગ મામલે એસ્ટેટ વિભાગના અધિકારીઓને કડક આદેશ આપ્યા છે. લોકો ગમે ત્યાં રોડ ઉપર વાહન પાર્ક કરી દે છે જેના કારણે રોડ પર ચાલવાથી લઈને અવરજવર કરતા વાહનોને પણ તકલીફ પડે છે. આવા ગેરકાયદેસર વાહન પાર્કિંગ કેટલી જગ્યાએ થાય છે અને મહત્વના કયા એવા રોડ આવેલા છે. જ્યાં લોકો સૌથી વધારે વાહનો રોડ ઉપર મૂકી ગેરકાયદેસર પાર્કિંગ કરે છે. આ તમામ બાબતોનો સર્વે કરી અને વાહનોની સંખ્યા સાથેનો ડેટા તૈયાર કરવામાં આવશે. ગેરકાયદેસર પાર્કિંગ મામલે વાહનોને લોક મારી કરવાની સૂચના પણ AMC કમિશનરે આપી છે. જેના માટે 1000 નવા લોક ઝડપથી મેળવીને કડકમાં કડક કરવામાં આવશે.

એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં રોજના વિવિધ વિસ્તારોમાં 25થી વધુ નો અને લોક મારી તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં રોજના કુલ 300થી વધુ વાહનોને લોક મારવાની કામગીરી કરવામાં આવે છે અને દંડ વસૂલવાની કાર્યવાહી કરાય છે. શહેરમાં આવેલા તમામ ગાડીઓના ગેરેજ અને સર્વિસ સેન્ટરોનો પણ સર્વે કરવામાં આવશે કારણ કે આવા વાહનો પણ રોડ ઉપર વધારે મૂકવામાં આવે છે જેના કારણે વાહન પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે. મધ્ય ઝોનમાં આવતા જમાલપુર, ભદ્ર, લાલ દરવાજા, ખાડિયા, માણેકચોકના વિસ્તારોમાં પણ સ્વચ્છતા સ્કવોડને અને એસ્ટેટ વિભાગની ટીમને ગેરકાયદેસર દબાણો તેમજ સ્વચ્છતા મામલે કાર્યવાહી કરવા માટેની સુચના પણ સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...