Saturday, September 26, 2026

અમદાવાદના નવા નિશાળિયા ચોર ! મોંઢે રૂમાલ બાંધી બેન્કનું લોકર તોડવા આખી રાત મથ્યા પણ….પછી શું થયું જાણો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા કઠવાડામાંથી બે મિત્રોએ બેંક લૂંટવાનો પ્રયાસ કર્યો. જોકે બંને મિત્રો આ ઘટનાને અંજામ આપી શક્યા નહીં. સમગ્ર મામલે બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીની બેન્ક લૂંટ પાછળનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલા કઠવાડા ગામે આવેલી યુનિયન બેન્કમાં ગત તારીખ 22 ફેબ્રુઆરીએ રાતે બે શખ્સો ચોરી કરવા ગયા હતા. જ્યાં ચોર બેંકના પાછળના ભાગે આવેલ બારી તોડી સ્ટોરરૂમમાં પ્રવેશ્યા હતા અને પોતે સાથે લાવેલ સાધનો વડે તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે બંને ચોર નવા નિશાળીયા હોવાથી તિજોરી તોડી શક્યા નહિ અને ચોરી કર્યા વિના જ પરત ફર્યા. બેંકમાં ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં બંને શખ્સો મોઢે રૂમાલ બાંધી પ્રવેશ કરતા દેખાય છે. તેમજ CCTV પર સેલોટેપ પણ મારે છે. જેને આધારે નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને આધારે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

પોલીસ ફરિયાદ અને CCTV આધારે કાર્યવાહી કરતા બંને શખ્સો કઠવાડા ગામના રામદેવવાસના હોવાનું ખુલ્યું છે. કરણ ઠાકોર અને જયેશ ઠાકોર બંને બને મિત્રો છે. બંને મિત્રો 22 ફેબ્રુઆરીએ ગ્રાઈન્ડર કટર, પતરા કાપવાની કાતર, લોખંડની હથોડી અને છીની, એલએનટી નંગ 3, ગેસ ટીન અને સેલો ટેપ સાથે બેંકમાં ચોરી કરવા ગયા હતા. પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જયેશને 50 હજાર જેટલું દેવું થઈ ગયું હતું. જેથી રૂપિયાની જરૂર હોવાથી કરણ અને જયેશ બને મિત્રોએ મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જોકે બંનેનો આ પહેલો ગુનો હોવાથી અને નવા નિશાળીયા હોવાથી બંનેનો આ પ્રયાસ સફળ ન રહ્યો અને બંને ઝડપાઇ ગયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...