Tuesday, April 28, 2026

નવા વાડજની આ પ્રિ સ્કૂલ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની કરાઈ શાનદાર ઉજવણી

spot_img
Share

અમદાવાદ : 28મી ફેબ્રુઆરી ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રમનના સન્માનમાં અને સ્મૃતિમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે.ત્યારે આજે નવા વાડજમાં આવેલ જીનિયસ જનરેશન પ્રિ સ્કૂલ દ્વારા આ દિવસની ઉજવણી ખૂબ જ અનોખી રીતે કરવામાં આવી હતી. એક શાળાએ શાળાના બાળકો અને તેમના પરિવારના સભ્યો માટે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાળાના આચાર્ય ઝલકબેન ભાવસાર વાળા અને શિક્ષકો દ્વારા બાળકો પણ સહભાગી બનાવી વિજ્ઞાનની વિવિધ પ્રવૃતિ કરાવવામાં આવી હતી. જેથી બાળકોને જાત અનુભવ મળે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે. Sr K G વર્ગના બાળકોએ 10 થી વધુ વિવિધ વિજ્ઞાનના પ્રયોગો અને વિજ્ઞાન આધારિત રમતોનું પ્રતિનિધિત્વ કર્યું છે. તમામ બાળકોએ વિજ્ઞાન પ્રત્યે પોતાની ક્ષમતા દર્શાવી હતી અને પ્લે ગ્રુપ, નર્સરી અને જુનિયર કેજી વર્ગે વિવિધ વિજ્ઞાનના પ્રયોગોની જાદુઈ શક્તિનો આનંદ માણ્યો હતો.

 

તમામ શિક્ષકો અને બાળકોએ તમામ પ્રોજેક્ટ અને પ્રયોગો ખૂબ જ શાનદાર રીતે પ્રદર્શિત કર્યા હતા. આ તમામ પ્રયોગોમાં બાળકોએ ખૂબ આનંદ માણ્યો હતો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવ્યો હતો.જીનિયસ જનરેશન પ્રી સ્કૂલ દ્વારા આયોજિત આ વિજ્ઞાન મેળામાં 180 થી વધુ વાલીઓએ મુલાકાત લીધી હતી. વાલીઓ ખૂબ જ ખુશ હતા અને તેઓએ તમામ બાળકો અને શિક્ષકોની મહેનતની પ્રશંસા કરી હતી.

તમને જણાવી દઈએ કે ભૌતિકશાસ્ત્રી ચંદ્રશેખર વેંકટ રમન દ્વારા રમન ઇફેક્ટની શોધ કરવામાં આવી તેની પુષ્ટિ 28 ફેબ્રુઆરી 1928ના દિવસે જ કરવામાં આવી હતી. વર્ષ 1930માં સીવી રમનને તેમની આ શોધ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ ભારતના મહાન વૈજ્ઞાનિકોના સન્માન સંદર્ભે વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...