Saturday, September 26, 2026

અમદાવાદમાં એક સાથે 62 પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂંક અને બદલી કરીને પોસ્ટિંગ અપાયા

spot_img
Share

અમદાવાદ : શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરોની મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે. 62 પોલીસ ઇન્સ્પેક્ટરોની નિમણૂંક અને બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, જેમાં 28 પોલીસ ઇન્સ્પેક્ટરને લિવ રિઝર્વમાંથી શહેરમાં પોસ્ટિંગ ફાળવવામાં આવ્યા છે, જયારે બદલી સાથે આવેલાં 34 પોલીસ ઇન્સ્પેક્ટરને શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ બદલી અને નિમણૂંક પારદર્શકતા સાથે મેરીટના આધારે કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ચૂંટણીલક્ષી બદલીઓ થઈ અને તેમાં સંખ્યાબંધ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી અમદાવાદ શહેરમાંથી અન્ય જગ્યાએ થઈ ગઈ હતી. જેના કારણે અમદાવાદ શહેરના ઘણા મોટા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જમાં ચાલી રહ્યાં હતાં અને આ જગ્યાઓ ભરવા માટે ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે આજે (8 માર્ચ, 2024) અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે એક સાથે 62 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. મોટા પાયે પારદર્શિતા રહે તે પ્રકારે બદલી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદના સોલા, ઘાટલોડિયા, નારણપુરા, સરખેજ, વેજલપુર, પાલડી, આનંદનગર, સેટેલાઈટ, ચાંદખેડા અને સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ PI સાથે ચાલી રહ્યા છે. જયારે એરપોર્ટ, કૃષ્ણનગર, સરદારનગર, ગોમતીપુર, રખિયાલ, અમરાઈવાડી અને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પણ PI જ નથી.આમ અમદાવાદ શહેરમાં એક સાથે 62 ઇન્સ્પેક્ટરની બદલી થવાથી પોલીસ બેડામાં મોટો ચર્ચાનો વિષય બન્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...