Tuesday, September 22, 2026

અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રોનું થયું ટ્રાયલ રન, આ મહિનામાં મેટ્રો સેવા શરૂ થવાની સંભાવના

spot_img
Share

અમદાવાદ : અમદાવાદને ગાંધીનગર સાથે જોડવાનો મેટ્રોના બીજા તબક્કાનો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. જેથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. GNLU અને ગિફ્ટી સિટી વચ્ચે તથા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 વચ્ચે આ ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ-ગાંધીનગર બીજા તબક્કાના પ્રોજેકટમાં ટ્રાયલ રન ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયાથી તબક્કા વાર રીતે શરૂ કરવામાં આવ્યા છે, જેની શરુઆત GNLU અને સેક્ટર-1 વચ્ચે થઈ હતી. મેટ્રોનું ટ્રાયલ પૂર્ણ થયા બાદ મેટ્રો રેલ સેફ્ટીની ચકાસણી માટે વિનંતી કરવામાં આવશે. જેની મંજૂરી મળ્યા બાદ મે અથવા જૂન મહિનામાં મેટ્રો સેવા શરૂ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી લીંક સુધીનો છે. જે 28 કિલોમીટરનો છે. આ પ્રોજેક્ટમાં કુલ 22 સ્ટેશનને આવરી લેવામાં આવ્યા છે.

ગાંધીનગર મેટ્રો રૂટમાં સ્ટેશનની વાત કરીએ તો કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જુના કોબા, કોબા ગામ, જીએલએલયુ, પીડીઈયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકૂવા સર્કલ, ઈન્ફોસિટી જેવા અન્ય સ્ટેશનનો સમાવેશ થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...