Sunday, July 26, 2026

અમદાવાદમાં નબીરાઓને રોડ પર સ્ટંટ કરવો ભારે પડ્યો, યુવાનોની હીરોપંતી પોલીસે ઉતારી દીધી

spot_img
Share

અમદાવાદ : નબીરાઓ હવે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અલગ અલગ પ્રકારના સ્ટંટ કરી રહ્યા છે. જેનાથી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકાય છે. ત્યારે પોલીસ પણ સક્રિય થઈ છે.અમદાવાદમાં વાહન પર સ્ટંટબાજી કરતા યુવાનોની હીરોપંતી પોલીસે ઉતારી દીધી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં બાઈક પર સ્ટંટ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બાઈક પર ત્રણ યુવકો સ્ટંટ કરી રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના મીઠાખળી અંડર બ્રિજમાં જાહેર રોડ પર 10 માર્ચે રાતના દસ વાગ્યાની આસપાસ ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓને વીડિયો વાઇરલ થયો હતો. નબીરાઓ સ્ટંટ કરીને રોડ પર તણખા કરી રહ્યા હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.તો બીજી તરફ સોશીયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા પછી શહેરની બી ડિવિઝન ટ્રાફિક પોલીસે સખ્ત કાર્યવાહી કરી છે. તો બીજી તરફ સ્ટંટ કરનાર શખ્સોની ઓળખ ફૈઝ કુરેશી, મોહમ્મદ સમીર અને નુર મોહમ્મદ તરીકે થઈ છે.

વાઇરલ વીડિયો અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે વાહનના નંબરના આધારે ફૈઝ શહીદ કુરેશી, મોહમ્મદ સમીર મોહન અસલમ અને નૂર મોહમ્મદ કુરેશીની ધરપકડ કરી છે. આરોપીઓ તેમના અલગ અલગ ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી રહ્યા હતા. જે બદલ પોલીસે વાહન જપ્ત કરી ધરપકડ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...