Saturday, September 5, 2026

AMC દ્વારા પાલડીનો અન્ડરબ્રિજ લોકાર્પણ બાદ બંધ કરી દેવાયા પછી પુનઃ શરૂ કરાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના પાલડી ચાર રસ્તાથી લો-ગાર્ડન તરફ જતાં રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ફાટકમુક્ત અભિયાન અંતર્ગત મેટ્રો રેલ પ્રોજેક્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલો અંડરપાસ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કર્યા બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. 15 દિવસ બાદ પાલડી જલારામ અંડરપાસ નાગરિકો માટે શરૂ કરવામાં આવ્યો છે. અંડરપાસ ચાલુ થતાની સાથે જ હવે રોજના એક લાખથી વધુ વાહનચાલકોને લાભ થશે. પૂર્વ અને પશ્ચિમ એમ બંને દિશામાં જનારા લોકોને ફાયદો મળશે

AMCના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પાલડી ચાર રસ્તાથી લો-ગાર્ડન તરફ જતાં રોડ ઉપર જલારામ ક્રોસિંગ ખાતે બનાવાયેલાં અંડરપાસમાં વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે મુજબનો ઢાળ બનાવવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે યોગ્ય રીતે ઢાળ કરવા તેની ઉપર ડામર કટિંગ કરવાનું મેટ્રોના અધિકારીઓને જાણ કરી હતી પરંતુ તેઓએ કર્યું નહોતું. અંડરપાસમાંથી પાલડી તરફ બહાર નીકળતા બંને તરફના રોડ ઉપર વાહનોની અવરજવરથી ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા થાય તેવું ધ્યાને આવતા રોડ પર ડિવાઇડર બનાવી અને યોગ્ય સર્કલ પણ બનાવી દેવામાં આવ્યું છે. રોડ પર ટ્રાફિક ન થાય તે રીતના આયોજન બાદ AMC દ્વારા ફરીથી અંડરપાસ શરૂ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...