Wednesday, April 29, 2026

અમદાવાદમાં ડબલ ડેકરની લોકપ્રિયતા બાદ AMTS વધુ 60 ડબલ ડેકર બસ દોડાવશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં વાસણાથી ચાંદખેડાના રૂટ પર ડબલ ડેકર શરૂ કર્યા બાદ સાત ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની લોકપ્રિયતા જોઇ AMTSનાં સત્તાધીશોએ પર્યાવરણ સુધારણાનાં નામે વધુ 60 ડબલ ડેકર બસો ખરીદીને રોડ ઉપર દોડાવવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMTS દ્વારા પર્યાવરણ અને મુસાફરોની સવલતને ધ્યાને રાખી એક મોટો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં અમદાવાદમાં વાસણાથી ચાંદખેડાના રૂટ પર ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની શરૂઆત કરાઇ હતી. જોકે હવે આ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની લોકપ્રિયતા અને પર્યાવરણ સુધારણાને ધ્યાને રાખી નવી 60 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે.હાલમાં સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ લાવવામાં આવી છે તે ખાનગી ઓપરેટરોને સોંપી દેવાઇ છે. આવી સ્થિતિમાં નવી 60 ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આ‌વનાર છે તે ખાનગી ઓપરેટરોને જ ચલાવવા અપાશે કે કેમ તે જોવું રહ્યું.

AMTSનાં સત્તાધીશોને હવે પોતાની માલિકીની એક પણ બસ જાતે ચલાવવામાં રસ નથી અને હાલમાં પર્યાવરણનાં નામે સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ લાવવામાં આવી છે, તે પણ ખાનગી ઓપરેટરોને સોંપી દેવાઇ છે અને નવી 60 ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આ‌વનાર છે તે પણ ખાનગી ઓપરેટરોને જ ચલાવવા અપાશે તે નિશ્ચિત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...