Thursday, April 30, 2026

અખબારનગર સહિત આ 82 જંક્શન પરના બંધ CCTV ફરી શરૂ કરાતા રોજ 4500 મેમો ઈસ્યુ કરાશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય એવા તમામ ચાર રસ્તોઓ પર CCTV લગાવવામાં આવેલા છે. ટ્રાફિક પોલીસ તેમજ AMC ના કન્ટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે છેલ્લા બે વર્ષથી 82 જંકશનો પરના સીસીટીવી કેમેરા બંધ હતા. તેને મરામત કરીને ફરી ચાલુ કરાતા હવે 82 જેટલા ચાર રસ્તાઓ પર CCTV કેમેરા દ્વારા ટ્રાફિક ભંગના ગુના સામે દેખરેખ રાખવામાં આવશે. અને પ્રતિદિન 4500 જેટલા ઈ-મેમો ઈસ્યુ કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં 212 જંક્શન પરથી ઈમેમો જનરેટ કરવામાં આવે છે. આ જંક્શનો પૈકી સ્માર્ટ સિટી જંક્શન અંતર્ગત 130 જંક્શન પર 2,303 કેમેરા જ્યારે CMITMS ના(સિટી સર્વેલન્સ અને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ) 82 જંક્શનો પર 254 કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા બે વર્ષથી CMITMS સાથેનો કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી આ 82 જંક્શનો પરના 254 કેમેરાઓ બંધ હાલતમાં હતા, જ્યારે 130 જંકશનો પૈકી 85 જંકશનોમાં CCTV વાયર કપાઈ, જવા, કેમેરાની દિશા બદલાઈ જવી, કેમેરા ડિસ્મેન્ટલ થવા, સ્ટોપ લાઈનની સમસ્યા સહિતના કારણોથી આ જંકશનો પરના CCTV કેમેરા બંધ થઈ ગયા હતા. જો કે મ્યુની દ્વારા આ જંકશનો શરૂ કરી દેવામાં આવ્યા હતા. જેથી મ્યુનિ દ્વારા કરાર રીન્યુ કરવામાં આવતા આ તમામ જંકશનો ચાલુ કરી દેવામાં આવ્યા છે અને આ જંકશનો પર હાલ 220 જેટલા કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં જે 82 જંક્શનો પર સીસીટીવી કેમેરા શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં એઈસી, એરપોર્ટ, અખબારનગર, અંજલી, અપસરા સિનેમા, અસલાલી, બાકરોલ, શીલજ-બોપલ રોડ, બોપલ સર્કલ, ચિમનભાઈ બ્રીજ, ચોખા બજાર, સર્કિટ હાઉસ, સિવિલ હોસ્પિટલ, સીટીએમ, દાણીલીમડા, દાસ્તાન સર્કલ, દહેગામ સર્કલ, દિલ્હી દરવાજા, ગીતામંદિર, ઘી કાટા, ગોતા, હજરત શ્રી અલી દરગાહ, હાટકેશ્વર, હેલમેટ સર્કલ, આઈઆઈએમ, ઈન્કમટેક્ષ, ઈસ્કોન, જમાલપુર, જનપથ ટી, જશોદાનગર, જવાહર ચોક, ઝુન્ડાલ સર્કલ, જુહાપુરા, કમોર્ડ સર્કલ, કર્ણાવતી, ખમાસા, ખોખરા, માનસી, મેમ્કો, મધર ડેરી સર્કલ, નરોડા પાટિયા, નારોલ સર્કલ, નેશનલ હાઈવે ટોલ 1, નવી હાઈકોર્ટ, નહેરુનગર, નિકોલ, ઓઢવ, ઓગણજ, નવા વાડજ, પકવાન, પાલડી, પ્રેમ દરવાજા, પુષ્પકુંજ સર્કલ, રાણીપ, રખિયાલ, આરટીઓ, રૂબી ટી, સાણંદ, સાણંદ ટાવર, સનાથલ, સારંગપુર સહિતના જંક્શનનો સમાવેશ થાય છે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...