Tuesday, October 13, 2026

નારણપુરામાં હાઉસીંગ રિડેવલપમેન્ટમાં ઠગ ટોળકીઓ સક્રિય…!! હાઉસીંગ અધિકારીઓ અને બિલ્ડરો પરેશાન

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને માત્ર અમદાવાદમાં રિડેવલપમેન્ટના કાર્યમાં ખાસ્સી એવી તેજી આવી છે, છેલ્લાં કેટલાંક સમયથી નારણપુરા અને સોલા વિસ્તારમાં આવેલ હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ પણ સરકારની રિડેવલપમેન્ટ પોલીસીમાં જોડાઈ ચુકી છે જયારે અનેક સોસાયટીઓના કામકાજ પાઈપલાઈનમાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કેટલાંક લેભાગુ તત્વો આ રિડેવલપમેન્ટમાં મોટો માલ કમાવવાની આશાએ સોસાયટીના રિડેવલપમેન્ટના કામમાં રોડા નાંખી યેનકેન પ્રકારે અટકાવવાના પ્રયાસ કરતા હોવાની ચર્ચા ઉઠી છે.

એક ચર્ચા મુજબ નારણપુરામાં પાંચ થી વધુ સોસાયટીઓ રિડેવપમેન્ટમાં જોડાઈને ડીમોલીશ થઈ ચુકી છે, જયારે ચાર થી પાંચ જેટલી સોસાયટીઓ ત્રિપક્ષીય કરારના અંતિમ તબક્કામાં છે, જયારે બીજી અનેક સોસાયટીઓમાં સહમતિની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે નારણપુરામાં બે-ચાર સોસાયટીઓમાં કેટલાંક લેભાગુ તત્વોએ પગપેસારો કરીને રિડેવલપમેન્ટમાં મોટો મામલ કમાવવાની આશાએ જયાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં મોકાના મકાનો ખરીદી લે છે અને જ્યારે રિડેવલપમેન્ટમાં ટેન્ડર ખૂલે અને ડેવલપર આવે એટલે આવા લેભાગુ તત્વો સોસાયટીના સ્થાનિક ભોળા લોકોને ખોટા વચનો કે ડર બતાવી કાગળિયાંની સાચી ખોટી માયાજાળ રચી પ્રોજેક્ટને ખોરંભે ચડાવવાનો પ્રયત્ન કરતા હોવાની ચર્ચા ઉઠી છે.

એક સ્થાનિકની ફરિયાદ મુજબ આવા લેભાગુ તત્વો કે જેમનો મૂળ ઉદ્દેશ્ય હાઉસીંગના અધિકારીઓને નોકરી બાબતે ડરાવવા અને બિલ્ડરને પ્રોજેક્ટ ડીલેય કરાવવાની મોડેસ ઓપરેન્ડીશ કરી તોડપાની કરી મસમોટા રૂપિયા પડાવવાનો હોય છે અને આવા રૂપિયા થકી આવી બીજી સોસાયટીમાં મકાનો ખરીદી આ જ પ્રકારની મોડસ આપરેન્ડીશ મુજબ નવી સોસાયટીમાં પ્રેક્ટિસ ચાલુ રાખવી.જ્યારે વાતાવરણ ડોહળાય ત્યારબાદ તે ગેંગના જ કોઈ એક બે સભ્ય સમાધાન ફોર્મ્યુલા સાથે આગળ આવે અને પ્રોજેક્ટને સફળ બનાવવાની અને વિરોધી ટોળકીને સમજાવવાની વગેરે મીઠી મીઠી વાતો કરી યોજનાને આખરી ઓપ અપાય તેવી વ્યૂહ રચના ગોઠવે છે.

તમને જણાવી દઈએ કે 300 લોકોની સોસાયટીમાં આવા બે-ચાર લેભાગુ તત્વોને કારણે રિડેવલપમેન્ટ પ્રોજેકેટ લંબાઈ જાય છે જેને કારણે આખરે સ્થાનિક અને નિર્દોષ પ્રજાએ આખરે ભોગવવાનું આવે છે જેથી સૌ લોકોએ આવા લેભાગું તત્વોને ઓળખી કાઢી, આવા લોકોેને જાહેરમાં ઉઘાડા પાડવા જોઈયે. આવા તત્વોને મહત્વ મળે નહિ તો તેઓ 25% માં આવી જશે અને કાયદાનો સરકારી કોરડો જરુર પડશે.હાઉસીંગ બોર્ડે પણ આવા તત્વોને અલગ તારવીને આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...