Tuesday, July 28, 2026

ન્યુ રાણીપ સહિત આ સ્થળોએથી લાયસન્સ વિનાના 50થી વધુ ઢોર જપ્ત, બોડી વોર્ન કેમેરા સાથે ઢોરોની તપાસ

spot_img
Share

અમદાવાદ : આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા સવારથી જ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં સાંજ સુધીમાં 50 થી વધુ લાયસન્સ વિનાના ઢોર પકડવામાં આવ્યા હતા.ચેકિંગ દરમ્યાન સ્થળ તપાસ માટે ગયેલા અધિકારીઓને કર્મચારીઓ પર પણ ચેકિંગ પર નજર રાખવા કેમેરા લગાવાયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા હવે બોડીવોર્ન કેમેરા સાથે આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ન્યુ રાણીપ, ચેનપુર, કાળીગામ, રામોલ, નાના ચિલોડા, ઓઢવ, કઠવાડા, મોટેરા, ચાંદખેડા, સાબરમતી, વસ્ત્રાપુર, મકરબા સહિતના વિસ્તારોમાં સાંજ સુધીમાં 50 થી વધુ લાયસન્સ વિનાના ઢોર પકડવામાં આવ્યા હતા.જેનું સીધું મોનિટરિંગ CNCD વિભાગની ઓફિસમાં કરવામાં આવ્યું હતું. જો કોઈપણ વ્યક્તિ દ્વારા ઘર્ષણ કરવામાં આવે તો તાત્કાલિક તેના સામે કાર્યવાહી કરવા અને સ્થળ તપાસ માટે ગયેલા અધિકારીઓને કર્મચારીઓ પર પણ ચેકિંગ પર નજર રાખવા કેમેરા લગાવાયા હતા.

​​​​​​​ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફટકાર બાદ અમદાવાદમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસી લાવવામાં આવી હતી. જે અંતર્ગત જે પણ નાગરિક પશુ રાખવા માંગતા હોય તેમણે લાયસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. 4 મહિનાથી આ પોલિસીનો અમલ કરવામાં આવી રહ્યો છે. જોકે, શહેરમાં ફરી એકવાર કેટલીક જગ્યાએ છૂટાછવાયા ઢોર રખડતા જોવા મળ્યા હતા તેમજ લાયસન્સ વિનાના ઢોર હોવા અંગેની માહિતી મળી હતી. જેથી આજે CNCD વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવી અને લાયસન્સ વિનાના ઢોર અંગેની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેઓને બોડી વોર્ન કેમેરા પણ આપવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા ચાલુ મહિનામાં 229 જ્યારે વર્ષ દરમિયાન 1199 ઢોર પકડવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોનમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન સ્થાનિક અને પશુપાલકો સાથે ઘર્ષણ પણ થયા હતા. જેમાં પોલીસની મદદ લઈ અને ઢોર પકડી ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત અસલી માલિકોને લાયસન્સ લેવાની સૂચના આપી હોવા છતાં પણ જો લાઇસન્સ નહીં હોય તો તેમના ઢોર જપ્ત કરી લેવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...